Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આંબલીરોડ પર પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો:થારમાં આવેલા બે શખસોએ પેટ્રોલ ભરાવવા મુદ્દે બોલાચાલી કરી છરી મારી, ફરાર કારચાલકની શોધખોળ

    1 day ago

    શહેરના ઇસ્કોન - આંબલી રોડ પર પેટ્રોલપંપ પર નાઈટ ડ્યુટી કરી રહેલા કર્મચારીને નંબર પ્લેટ વિનાની થાર ગાડીમાં આવેલા શખ્સોએ માર માર્યો હતો. થોડીવાર રાહ જોવાનું કહ્યું હતું જેથી ગાડી ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને બાદમાં તેની સાથે રહેલા શખ્સો સાથે કર્મચારીના કપાળ ઉપર છરી મારી દેતા તેને ઈજા થઈ હતી જેથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ મામલે સરખેજ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી છે. થારના ચાલકેન ઉભું રહેવાનું કહેતા ઉશ્કેરાઈને હુમલો કર્યો આંબલી ખાતે રહેતા શંભુ ઠાકોર આંબલી વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ પર નોકરી કરે છે. ગઈકાલે શંભુ નાઈટ ડ્યુટી પર હાજર હતો ત્યારે એક થાર કાર પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલપંપ પર આવી હતી. તે સમયે શંભુ અન્ય એક કારમાં પેટ્રોલ ભરી રહ્યો હતો. જેથી તેણે થારચાલકને હાથ ઊંચો કરીને થોડીવાર રાહ જોવા માટે ઈશારો કર્યો હતો. જોકે, શંભુનો આ ઈશારો થારચાલકોને પસંદ આવ્યો નહોતો. બંને શખ્સોએ શંભુને હાથ કેમ બતાવે છે તેમ કહીને તેની સાથે બોલાચાલી શરૂ કરી હતી. ત્યારબાદ મામલો ઉગ્ર બનતાં બંને શખ્સોએ શંભુને માર માર્યો હતો. આ દરમિયાન એક શખ્સે શંભુના કપાળ પર છરી મારી દેતાં તે ઘાયલ થયો હતો. હુમલો કર્યા બાદ બંને શખ્સો નંબર પ્લેટ વગરની થાર કાર લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સરખેજ પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને શોધવા તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં આઠ બાઈ માતાજીના ધામમાં 250 વર્ષ જૂની પલ્લી યોજાઈ:મહિલાઓએ માથે અગ્નિ પ્રગટાવી સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી, ભક્તો ઉમટ્યા
    Next Article
    મહેમદાવાદના સિદ્ધિ વિનાયક મંદિરે 61 ફૂટના રાવણનું દહણ થશે:સુરતના વેસુમાં 80 ફૂટ અને ડુમસમાં 55 ફૂટનો ‘સિક્સ પેક’ રોબોટિક રાવણ ગૂંજશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment