Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ ગુરુકુળમાં ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ:250થી વધુ વિદ્યાર્થીઓએ નશામુક્તિના શપથ લીધા

    1 day ago

    બોટાદના શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ઇન્વિન્સીબલ એનજીઓ દ્વારા રાજ્યવ્યાપી 'નો ડ્રગ્સ કેમ્પેઈન' અંતર્ગત ડ્રગ્સ જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 250થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ડ્રગ્સના શારીરિક, માનસિક અને સામાજિક દુષ્પરિણામો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ પ્રસંગે તમામ વિદ્યાર્થીઓએ નશાથી દૂર રહી સ્વસ્થ, સંસ્કારી અને જવાબદાર જીવન જીવવાના શપથ લીધા. ઇન્વિન્સીબલ એનજીઓ આ અભિયાન હેઠળ 25 સભ્યોની ટીમ સાથે 12 દિવસની 1,100 કિલોમીટરની બાઇક રાઇડ યોજી રહી છે. આ રાઇડ દ્વારા ગુજરાતના વિવિધ શહેરોમાં શાળાઓ, કોલેજો અને યુવા સંસ્થાઓમાં જાગૃતિ કાર્યક્રમો યોજીને એક લાખથી વધુ વિદ્યાર્થીઓ અને યુવાનો સુધી નશામુક્તિનો સંદેશ પહોંચાડવાનું લક્ષ્ય છે. ઇન્વિન્સીબલ એનજીઓના કન્વીનર રાઠોડ સાહેબે આ પ્રસંગે જણાવ્યું કે, "યુવાશક્તિ દેશની સૌથી મોટી તાકાત છે. નશામુક્ત યુવાધન જ વિકસિત ભારતના નિર્માણનો મજબૂત આધાર બની શકે છે." તેમણે યુવાનોને નશામુક્ત અને સકારાત્મક જીવન અપનાવવા અપીલ કરી.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં GRP કોન્સ્ટેબલનું સારવાર દરમિયાન મોત:18 દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ગંભીર ઇજા થઈ હતી
    Next Article
    Junagadh Forest Department News | જૂનાગઢના ગિરનાર પર બાળક પર સિંહનો હુમલો | Lion Attack | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment