Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં નવમા નોરતે ગરબાની રમઝટ જામી:જિલ્લા પોલીસ આયોજિત ગરબામાં ઉચ્ચ અધિકારીઓ ઘૂમ્યા; કલેક્ટર,એસપી અને પોલીસ અધિકારીઓએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

    10 hours ago

    બોટાદ જિલ્લા પોલીસ દ્વારા આયોજિત ભવ્ય નવરાત્રી મહોત્સવમાં અંતિમ નોરતે ગરબાની ભારે રમઝટ જામી હતી. બોટાદ જિલ્લા ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ પણ ગરબે ઘૂમીને આરાધના કરી હતી. સમગ્ર આયોજનમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. પરંપરાગત સૂર અને તાલ વચ્ચે ખેલૈયાઓએ મન મૂકીને ગરબાની મજા માણી હતી અને વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ઉચ્ચ અધિકારીઓએ ગરબે ઘૂમી પ્રોત્સાહન પૂરું પાડ્યું આ નવરાત્રી મહોત્સવમાં જિલ્લા કલેક્ટર શાહ અને જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્મા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે DYSP મહર્ષિ રાવળ, DYSP એ.એ. સૈયદ, LCB PI પાવરા તેમજ બોટાદ PI વસાવા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ ગરબામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ તમામ અધિકારીઓએ ખેલૈયાઓ સાથે એકસૂર થઈ ગરબે ઘૂમીને ઉપસ્થિત તમામ નાગરિકો અને ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ભક્તિમય વાતાવરણ વચ્ચે નવરાત્રી સંપન્ન થઈ માતાજીની આરાધના અને પરંપરાગત રાસ-ગરબાના તાલે ખેલૈયાઓના અદભુત ઉત્સાહથી સમગ્ર પરિસરમાં દિવ્ય માહોલ સર્જાયો હતો. બોટાદ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનની તમામ ઉપસ્થિત લોકોએ સરાહના કરી હતી. નવરાત્રીના અંતિમ દિવસે યોજાયેલા આ કાર્યક્રમે તમામ માટે યાદગાર ક્ષણો સર્જી હતી અને સમગ્ર મહોત્સવ ખૂબ જ ધામધૂમથી અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
    Click here to Read More
    Previous Article
    બળાત્કારના ગુનામાં આજીવન કેદનો ફરાર કેદી ઝડપાયો:અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે દોઢ માસથી ફરાર કેદીને સુરતથી પકડ્યો
    Next Article
    કડીની સરદાર પટેલ કોટન યાર્ડમાં દશેરાએ કપાસનું મુહૂર્ત:પ્રથમ દિવસે 800 મણથી વધુની બમ્પર આવક, 700થી 1,933 સુધીના ભાવ બોલાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment