Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીની સરદાર પટેલ કોટન યાર્ડમાં દશેરાએ કપાસનું મુહૂર્ત:પ્રથમ દિવસે 800 મણથી વધુની બમ્પર આવક, 700થી 1,933 સુધીના ભાવ બોલાયા

    11 hours ago

    કડીના સરદાર પટેલ કોટન માર્કેટ યાર્ડ ખાતે આસો સુદ દશેરાના દિવસે નવી સિઝન માટે કપાસની હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો છે. પ્રથમ દિવસે કડી ઉપરાંત વિરમગામ, દેત્રોજ, પાટડી, સાણંદ, સુરેન્દ્રનગર, પાટણ અને બહુચરાજી સહિતના વિસ્તારોમાંથી ખેડૂતો કપાસ લઈને યાર્ડમાં પહોંચ્યા હતા. અંદાજે 40 વાહનોમાં 800 મણથી વધુ કપાસની આવક નોંધાઈ હતી, જેનાથી નવી સિઝનનો ઉત્સાહજનક પ્રારંભ થયો છે. ખેડૂતો-વેપારીઓમાં ખુશી હરાજી દરમિયાન કપાસની ગુણવત્તા અનુસાર મણદીઠ રૂપિયા 700થી લઈ રૂપિયા 1,933 સુધીના ભાવ બોલાયા હતા. પ્રથમ દિવસે જ કપાસના પોષણક્ષમ અને ઊંચા ભાવ મળતાં ખેડૂતોમાં ભારે આનંદ અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ મુહૂર્તના પ્રસંગે એપીએમસીના ચેરમેન ગોવિંદ પટેલ, વાઇસ ચેરમેન હિમાંશુ ખમાર, ડિરેક્ટરઓ, સેક્રેટરી કમલેશ ત્રિવેદી તેમજ સ્થાનિક જિનર્સો અને વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દિવાળી સુધીમાં કપાસની આવક બમણી થશે કડીમાં કપાસની આવક શરૂ થતાં જ સ્થાનિક જિનિંગ અને ઓઇલ મિલ ઉદ્યોગમાં પણ ધમધમાટ વધવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. નવરાત્રિ અને દશેરાથી શરૂ થયેલી આ આવક દિવાળી સુધીમાં પૂરઝડપે વધવાની અને તમામ મિલો સંપૂર્ણપણે કાર્યરત થવાની સંભાવના છે. કડી યાર્ડમાં સમગ્ર સિઝન દરમિયાન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશથી પણ કપાસ આવે છે, જેમાં દૈનિક 400થી વધુ વાહનોની આવક થતી હોય છે. શરૂઆતના તબક્કે મળેલા સારા પ્રતિસાદથી ખેડૂતો, જિનર્સો અને વેપારીઓમાં નવી સિઝનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદમાં નવમા નોરતે ગરબાની રમઝટ જામી:જિલ્લા પોલીસ આયોજિત ગરબામાં ઉચ્ચ અધિકારીઓ ઘૂમ્યા; કલેક્ટર,એસપી અને પોલીસ અધિકારીઓએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો
    Next Article
    નિગાળા ગામે 300 દીકરીઓએ ગરબાની રમઝટ બોલાવી:125 વર્ષ જૂની પરંપરા; નવદુર્ગા પૂજન કરી ઇનામો અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment