Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બળાત્કારના ગુનામાં આજીવન કેદનો ફરાર કેદી ઝડપાયો:અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે દોઢ માસથી ફરાર કેદીને સુરતથી પકડ્યો

    9 hours ago

    અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા દોઢ માસથી ફરાર કેદીને સુરતથી પકડ્યો. પકડાયેલ કેદી 25 વર્ષીય પંકજ ઉર્ફે હાજો વિનુભાઈ સાથળિયા મૂળ અમરેલીના સલડી ગામનો છે. તેને 2020ના ગુનામાં પોક્સો કાયદા હેઠળ આજીવન કેદની સજા થઈ હતી. તે લાજપોર જેલમાં સજા ભોગવી રહ્યો હતો. હાઈકોર્ટના આદેશથી વચગાળાના જામીન પર મુક્ત થયા બાદ, 2 સપ્ટેમ્બર, 2026ના રોજ તેણે જેલમાં હાજર થવાનું હતું, ને ફરાર થયો. પંકજ અગાઉ 2024માં પણ 15 દિવસની પેરોલ રજા પર મુક્ત થયા બાદ પાંચ માસ ફરાર રહ્યો હતો. ત્યારે પણ પેરોલ ફર્લો ટીમે તેને સુરતથી પકડી જેલ હવાલે કર્યો. આ વખતે પણ ગુપ્ત માહિતીથી તેને સુરતના પુણાગામમાંથી ઝડપી લાજપોર જેલ મોકલાયો. PSI એન.જી. સાપરાની ટીમે આ કામગીરી કરી.
    Click here to Read More
    Previous Article
    કુંભારવાડાની ક્રિષ્ના સોસાયટીમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો:ઘરના દરવાજા, મીટર અને ખુરશીઓ તોડી, બંને જૂથે ફરિયાદ ન કરતા પોલીસ ફરિયાદ બની
    Next Article
    બોટાદમાં નવમા નોરતે ગરબાની રમઝટ જામી:જિલ્લા પોલીસ આયોજિત ગરબામાં ઉચ્ચ અધિકારીઓ ઘૂમ્યા; કલેક્ટર,એસપી અને પોલીસ અધિકારીઓએ ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment