Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડાની ક્રિષ્ના સોસાયટીમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો:ઘરના દરવાજા, મીટર અને ખુરશીઓ તોડી, બંને જૂથે ફરિયાદ ન કરતા પોલીસ ફરિયાદ બની

    8 hours ago

    ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સોસાયટીમાં બે દિવસ પૂર્વે રાત્રિના સમયે બે જૂથ વચ્ચે ઘર્ષણ થતા બંને જૂથના શખ્સોએ પથ્થરમારો કરી ઉપદ્રવ મચાવી જાહેર શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ કરી તોડફોડ કરવામાં આવી હતી. બનાવ અંગે બંને જૂથે પોલીસ ફરિયાદ કરવાનો ઇનકાર કરતાં પોલીસે ખુદ ફરિયાદી બની કુલ 24 શખ્સો સામે ગુનો દાખલ કરાવ્યો હતો.. જૂના ઝઘડાના સમાધાન માટે એકઠા થયા'ને મામલો બિચક્યો બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર બોરતળાવ પોલીસ મથકના એએસઆઈ પૃથ્વીરાજસિંહ બળભદ્રસિંહ ગોહીલે બોરતળાવ પોલીસ મથકમાં બાવચંદ જસાભાઈ રાઠોડ, ભોલા દાનાભાઈ રાઠોડ, બાબુ ભુરાભાઈ રાઠોડ, જગા સોંડાભાઈ રાઠોડ, ભરત પુનાભાઈ રાઠોડ, કાના ગેલાભાઈ રાઠોડ, ગોપાલ રાહાભાઈ રાઠોડ, ભરત સોંડાભાઈ રાઠોડ, ભોપા સોંડાભાઈ રાઠોડ, કરણ ભોપાભાઈ રાઠોડ, મીત બાવચંદભાઈ રાઠોડ, કાર્તિક નાનાભાઈ રાઠોડ, ઈલા ઘુઘાભાઈ રાઠોડ, પ્રવિણ ઉર્ફે દાઉદ હિરાભાઈ રાઠોડ, અશોક ઉર્ફે કડી ભુપતભાઈ મક્વાણા, ધર્મેશ ઉર્ફે ધમો નરેશભાઈ ગજ્જર, કલ્પેશ નરેશભાઈ ગજ્જર, દેવેન્દ્ર ઉર્ફે દેવો રાજપુત, મોલુ, ગૌતમ ઉર્ફે પાયલોટ રમેશભાઈ રાઠોડ, અજય ધનજીભાઈ જાદવ, ચિરાગ ઉર્ફે ચિલો, યોગેશ જગાભાઈ પરમાર, કિશન ચાવડા સામે ફરીયાદ નોંધાવી હતી કે, ગત તા. 16ના રાત્રીના પેટ્રોલીંગમાં હતા તે વેળાએ બાતમી મળી હતી કે કુંભારવાડા, ક્રિષ્ના સોસાયટીમાં બે જુથ વચ્ચે માથાકુટ થયેલ છે. જેથી ઘટના સ્થળ પર જતા ટોળા ઉભા હતા જે ટોળા વિખેરી ત્યા હાજર પ્રવિણ ઉર્ફે દાઉદની પુછપરછ કરતા તેણે જણાવ્યુ હતું કે, તેઓના સમાજના અક્ષય ઉર્ફે ભુવા સાથે થોડા સમય પહેલા થયેલી બોલાચાલીના સમાધાન માટે ભેગા થયા હતા ત્યારે બાજુમાં બાવચંદ રાઠોડનું ઘર આવ્યું હોય જેથી બાવચંદ અને અન્ય આઠ-દસ માણસોએ આવી બોલાચાલી કરી ગેરકાયદે મંડળી રચી લાકડીઓ લઈ આવી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બનાવ બાબતે પ્રવીણ ઉર્ફે દાઉદને પોલીસ ફરિયાદ કરવા માટે જણાવતા તેણે ફરીયાદ કરવાની ના પાડી હતી. બંને જૂથે ફરિયાદ ન કરતા પોલીસે ફરિયાદી બની 24 સામે ગુનો નોંધ્યો ત્યાર બાદ રાત્રીના 12.45 કલાકે જાગૃત નાગરીકે કન્ટ્રોલ રૂમ 112 માં કોલ કરી પોલીસ બોલાવતા તાત્કાલીક પોલીસ સ્ટાફના કાફલા સાથે સ્થળ પર પહોંચી પરિસ્થિતી કંટ્રોલ કરી બાવચંદ રાઠોડ હાજર હોય તેને પુછપરછ કરી નિરિક્ષણ કરતા તેના ફળીયામાં મોટા પ્રમાણમાં પથ્થરો, ઈંટના ટુંકડા, નળીયાના ટુંકડા ફેકાયેલા પડ્યા હતા અને બારણા, ઇલેક્ટ્રિકસીટીનું મીટર તેમજ ઘરવખરીને નુકસાન થયેલ જોવા મળ્યુ હતું. તે બાબતે બાવચંદ રાઠોડને પુછતા પ્રવિણ ઉર્ફે દાઉદે બદલાની ભાવના રાખી તેના દસથી બાર માણસો ધોકા,તલવાર જેવા ઘાતક હથીયારો સાથે તેના ઘરે ઘસી આવી અપશબ્દો બોલી માથાકુટ કરી ગંભીર ઈજા પહોંચે તેવા આશયથી ઘર ઉપર પથ્થરમારો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તેમ જણાવ્યુ હતું. પરંતુ બન્ને પક્ષે સામસામી સમાધાન કરી લીધું હોવાથી ફરીયાદ કરવાની ના પાડી હતી. જેથી ભવિષ્યમાં આવા ગંભીર બનાવો ન બને અને તહેવારોમાં શાંતિનો ભંગ ન થયા તે હેતુથી વિસ્તારના સીસીટીવી ચેક કરતા તમામ ઈસમો હોવાનું સ્પષ્ટ થયુ હતું. જે ફરીયાદ સંદર્ભે પોલીસે તમામ સામે BNS એક્ટ 189(2), 191(2), 191(3), 125(a), 115(2), 352, 351(3), 324(2) તેમજ જી.પી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરી ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    બુધેલ ગામમાં યુવકને તલવાર-ઢીંકાપાટુથી ફટકાર્યો:ત્રણ શખસ ઘરમાં ઘૂસીને 'આજે તો તને પતાવી દેવો છે' કહી આડેધડ તૂટી પડ્યાં; વીડિયો બનાવી વાઇરલ કર્યો
    Next Article
    બળાત્કારના ગુનામાં આજીવન કેદનો ફરાર કેદી ઝડપાયો:અમરેલી પેરોલ ફર્લો સ્ક્વોર્ડે દોઢ માસથી ફરાર કેદીને સુરતથી પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment