Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બુધેલ ગામમાં યુવકને તલવાર-ઢીંકાપાટુથી ફટકાર્યો:ત્રણ શખસ ઘરમાં ઘૂસીને 'આજે તો તને પતાવી દેવો છે' કહી આડેધડ તૂટી પડ્યાં; વીડિયો બનાવી વાઇરલ કર્યો

    8 hours ago

    ભાવનગરના બુધેલ ગામે જૂની બોલાચાલીની અદાવત રાખી ત્રણ શખસે યુવકના ઘરમાં ઘૂસી તલવાર અને ઢીંકાપાટુ વડે જીવલેણ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. ઘટના અંગે ભોગ બનનાર યુવકની ફરિયાદના આધારે વરતેજ પોલીસે ત્રણ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવકને માર માર્યાની તસવીરો બટાકા-ભુંગળાના પૈસા અને અગાઉની બોલાચાલીની અદાવત બુધેલ ગામની ભવાનીનગર પાણીની ટાંકી પાસે રહેતા શૈલેષ વાઘાણીને ગત 14 ઓક્ટોબરના રોજ બહુચર ચોકમાં બટાકા-ભુંગળા ખાવાના પૈસા માંગવા બાબતે દેવરાજ અને અલ્તાફ સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જૂના તળાજા રોડ પર અલ્તાફના બનેવી સાથે પણ ઝપાઝપી થઈ હતી. આ વાતની દાઝ રાખી આરોપીઓએ હુમલાનું આયોજન કર્યું હતું. ઘરમાં ઘૂસી તલવારના આડેધડ ઘા માર્યા જૂની અદાવતમાં અલ્તાફ સલીમભાઈ સમા, દેવરાજ રાજુભાઈ ધંધુકીયા અને ગુલાબ ઈબ્રાહીમભાઈ પઠાણ નામના ત્રણ શખ્સો શૈલેષના ઘરના ફળિયામાં ઘૂસી આવ્યા હતા. અલ્તાફે જાનથી મારી નાખવાના ઈરાદે તલવારથી માથા અને પેટના ભાગે ઘા માર્યા હતા, જ્યારે અન્ય શખ્સોએ ઢીંકાપાટુનો માર મારી ધમકીઓ આપી હતી. વાયરલ વીડિયોના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હુમલાની આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી હતી. શૈલેષ વાઘાણીની ફરિયાદના આધારે વરતેજ પોલીસે ત્રણેય આરોપી સામે BNSની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ 135 હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં 'છોટા યોગી' સામે પોલીસ ફરિયાદ:શ્રમિકો પર પોલીસના બળપ્રયોગ બાદ વિવાદ; પાટીલ-ભાજપને બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાઈરલ કર્યો
    Next Article
    કુંભારવાડાની ક્રિષ્ના સોસાયટીમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો:ઘરના દરવાજા, મીટર અને ખુરશીઓ તોડી, બંને જૂથે ફરિયાદ ન કરતા પોલીસ ફરિયાદ બની

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment