Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં 'છોટા યોગી' સામે પોલીસ ફરિયાદ:શ્રમિકો પર પોલીસના બળપ્રયોગ બાદ વિવાદ; પાટીલ-ભાજપને બદનામ કરવા ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાઈરલ કર્યો

    7 hours ago

    સુરતમાં પોતાને 'છોટા યોગી' તરીકે ઓળખાવતા એક શખ્સ સામે ગોડાદરા પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સે હાલમાં જ કેન્દ્રીય જળ સંસાધન મંત્રી સી.આર. પાટીલ સાથે ફોન પર કરેલી વાતચીતનો વીડિયો અને તેમનો મોબાઈલ નંબર સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યો હતો. વીડિયોમાં તેણે બદનક્ષી થાય તે હેતુથી ધમકીભર્યા શબ્દોમાં ગુજરાતમાં ઉગ્ર આંદોલન કરવાની ચેતવણી આપી હતી, જેનાથી લોકોમાં નાહક ઉશ્કેરાટ અને અરાજકતા પેદા થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શ્રમિકો પર પોલીસના બળપ્રયોગ બાદ સર્જાયો વિવાદ આ સમગ્ર મામલાની શરૂઆત શ્રમિકો પર થયેલી પોલીસ કાર્યવાહીથી થઈ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સાપ્તાહિક રજાના દિવસે એકત્ર થયેલા શ્રમિકોને પોલીસે બળપ્રયોગ કરીને ત્યાંથી હટાવ્યા હતા. આ ઘટનાથી નારાજ થઈને 'છોટા યોગી' તરીકે ઓળખ આપતા આ શખ્સે સીધા કેન્દ્રીય મંત્રીને કોલ કર્યો હતો. તેણે આ મુદ્દાને લઈને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવીને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તે રીતે વૈમનસ્ય અને દ્વેષની લાગણીઓને પ્રોત્સાહિત કરી હતી. સામાજિક કાર્યકરની ફરિયાદના આધારે BNS હેઠળ ગુનો દાખલ આ ગંભીર મામલે ગોડાદરા વિસ્તારમાં રહેતા સામાજિક કાર્યકર્તા પ્રમોદકુમાર સિંહે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'iamchotayogijimaharaj' ના ધારક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ 192, 353(1)(B) અને 353(3) મુજબ હુલ્લડ કરવાના ઇરાદાનો ગુનો દાખલ કર્યો છે. ફરિયાદમાં સ્પષ્ટ જણાવાયું છે કે આરોપીએ જાણીજોઈને ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાના અને શાંતિ ડહોળવાના હેતુથી આ પોસ્ટ વાયરલ કરેલ છે. ગોડાદરા પોલીસે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના આધારે તપાસ શરૂ કરી ગોડાદરા પોલીસમાં એફઆઈઆર નોંધાયા બાદ હવે આ કેસની વધુ તપાસ સુરત શહેરના સાયબર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.એમ.સી. નાયકને સોંપવામાં આવી છે. પોલીસ હવે આ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ અને તેના URL નો ઉપયોગ કરીને આરોપીની સઘન શોધખોળ કરી રહી છે. શ્રમિકોના નામે ધમકીભર્યો વીડિયો વાઈરલ કરનાર આ 'છોટા યોગી'ને ઝડપી લેવા માટે સાયબર પોલીસે ટેક્નિકલ સર્વેલન્સની મદદથી ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    Bollywood Durga Puja 2026: Kajol, Alia Bhatt, Jaya Bachchan पहुंचीं दुर्गा पूजा पंडल, जमाया रंग|Orry
    Next Article
    બુધેલ ગામમાં યુવકને તલવાર-ઢીંકાપાટુથી ફટકાર્યો:ત્રણ શખસ ઘરમાં ઘૂસીને 'આજે તો તને પતાવી દેવો છે' કહી આડેધડ તૂટી પડ્યાં; વીડિયો બનાવી વાઇરલ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment