Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં જામ્યો દશેરાનો અસલી રંગ:સુરતમાં ફરસાણની દુકાનો બહાર લાંબી કતારો, રાજકોટમાં પણ ફાફડા-જલેબીની મીઠી સુગંધથી વાતાવરણ મઘમઘી ઉઠ્યું

    12 hours ago

    આજે દશેરાના પાવન પર્વ નિમિત્તે ગુજરાતમાં અદ્ભુત ઉત્સાહ અને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ફરસાણની દુકાને વહેલી સવારથી જ ભીડ જોવા મળી રહી છે. વિજયાપંચમીના દિવસે ફાફડા અને જલેબી ખાવાની પરંપરાને અકબંધ રાખતા સુરતી લાલાઓએ આજે સૂર્યોદય પહેલા જ બજારમાં ઘોડાપૂર લાવી દીધું છે. શહેરભરની નાની-મોટી ફરસાણની દુકાનો બહાર આજે સવારે 5:30 વાગ્યાથી જ લોકોની લાંબી કતારો જામી ગઈ હતી. તો રાજકોટ અને અમદાવાદમાં પણ ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી રહી છે. દુકાનોની બહાર કારીગરો દ્વારા ગરમાગરમ લાઈવ ફાફડા વણાઈ અને તળાઈ રહ્યા છે. કડાઈમાં તળાઈ રહેલા ફાફડાની સોડમ અને કેસરી જલેબીની મીઠી સુગંધથી આખું વાતાવરણ મઘમઘી ઉઠ્યું છે. વહેલી સવારથી લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને પોતાના વારાની રાહ જોઈ રહ્યા છે અને અડધાથી એક કલાક સુધી કતારમાં ઊભા રહીને ગરમાગરમ ફાફડા-જલેબી સાથે આ મહાપર્વની ઉજવણી કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ભાગવતે કહ્યું-ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ:AIથી ખોટા વીડિયો બની રહ્યા છે; વિજયાદશમી પર RSSનું શસ્ત્ર પૂજન, 101 વર્ષ પહેલાં સ્થાપના થઈ હતી
    Next Article
    ખોરાક આપતી ડેરીઓ-રેસ્ટોરન્ટ્સ સામે લાલ આંખ કરી:મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 101 પૈકી 7 ખાદ્ય સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ જાહેર, 176 સર્વેલન્સ નમૂના પણ લેવાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment