Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાગવતે કહ્યું-ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાન્સ જેવી સ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ:AIથી ખોટા વીડિયો બની રહ્યા છે; વિજયાદશમી પર RSSનું શસ્ત્ર પૂજન, 101 વર્ષ પહેલાં સ્થાપના થઈ હતી

    14 hours ago

    રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવત નાગપુર સ્થિત સંઘ મુખ્યાલયમાં વિજયાદશમી ઉત્સવને સંબોધન કરી રહ્યા છે. આ પહેલાં તેમણે શસ્ત્ર પૂજન કર્યું. ભાગવતે કહ્યું કે આપણે વિભાજિત થઈને નબળા પડ્યા છીએ, હવે આઝાદીના સમય કરતાં વધુ તપ કરવાની જરૂર કરવાની જરૂર છે. અનેકતાનું સન્માન કરો. સમયની સાથે બદલાવું જરૂરી છે. ભાગવતે કહ્યું કે નેપાળમાં જે થયું, તે શા માટે થયું. હિમાલય જ્યાંથી પસાર થાય છે ત્યાં વિકાસના પ્રયાસોને કારણે પ્રકૃતિમાં અસ્થિરતા ઊભી થઈ, ટેક્નોલોજીને પ્રોત્સાહન આપવામાં આવ્યું, પરંતુ આટલી મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા. જે વિકાસ સૌને સાથે લઈને ચાલે, એવો વિકાસ જોઈએ. એવો વિકાસ ન જોઈએ કે વિકાસ કરનાર જ ન રહે. આ બધું શીખતાં, જ્ઞાન અને ટેક્નોલોજીનો વિકાસ વધવો જોઈએ, પરંતુ અર્થતંત્રની સાથે પર્યાવરણ અને નૈતિકતા સાથે પણ આગળ વધવું પડશે. AI જેવી બીજી પણ ટેક્નોલોજીઓ આવશે, પરંતુ તેનો ઉપયોગ કરતાં આવડવું જોઈએ. કાર્યક્રમમાં પત્રકાર અને સંપાદક સંજય ગુપ્તા મુખ્ય અતિથિ તરીકે સામેલ થયા. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને તેમની પત્ની ડૉ. સુદેશ ધનખડ પણ કાર્યક્રમમાં પહોંચ્યાં છે. ઇઝરાયલના કોન્સુલ જનરલ યાનિવ રેવાચને પણ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી પણ ઉપસ્થિત છે. RSS દર વર્ષે વિજયાદશમી પર પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. 1925માં આ જ દિવસે સંઘની સ્થાપના થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    19 Deaths Raise Questions Over Durga Puja Crowd Management In Kolkata
    Next Article
    ગુજરાતમાં જામ્યો દશેરાનો અસલી રંગ:સુરતમાં ફરસાણની દુકાનો બહાર લાંબી કતારો, રાજકોટમાં પણ ફાફડા-જલેબીની મીઠી સુગંધથી વાતાવરણ મઘમઘી ઉઠ્યું

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment