Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોરાક આપતી ડેરીઓ-રેસ્ટોરન્ટ્સ સામે લાલ આંખ કરી:મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા 101 પૈકી 7 ખાદ્ય સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ જાહેર, 176 સર્વેલન્સ નમૂના પણ લેવાયા

    10 hours ago

    મનપાના ફૂડ વિભાગ દ્વારા કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં જાન્યુઆરી 2026થી અત્યાર સુધી લેવાયેલા 101 ખાદ્ય પદાર્થોના સેમ્પલમાંથી 61ના પરિણામ જાહેર થયા છે, જેમાં 7 નમૂના સબ-સ્ટાન્ડર્ડ અને અખાદ્ય સાબિત થયા છે જ્યારે 54 સેમ્પલ પાસ થયા છે. તકેદારીના ભાગરૂપે વિભાગે 176 સર્વેલન્સ સેમ્પલ પણ લીધા છે અને અખાદ્ય સામગ્રી વેચતા એકમો સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હસ્તકના ફૂડ વિભાગ દ્વારા જાન્યુઆરી 2026થી આજદિન સુધી શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ખાદ્ય ચીજોના સેમ્પલો લેવામાં આવ્યા હતા, આ તપાસ દરમિયાન ભેળસેળયુક્ત તેમજ અખાદ્ય ખોરાકનું વેચાણ કરતા વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા જાન્યુઆરી 2026થી અત્યાર સુધીમાં કુલ 101 ખાદ્ય પદાર્થોના નમૂના લેવામાં આવ્યા હતા. ફૂડ લેબોરેટરીમાં તપાસ બાદ જેમાંથી 61 સેમ્પલના રિઝલ્ટ આવ્યા છે. તપાસના અંતે 54 સેમ્પલ પાસ જાહેર થયા છે, જ્યારે 7 સેમ્પલ ફેઈલ સાબિત થયા છે. આ ઉપરાંત, ગ્રાહકોની સુવિધાર્થે આરોગ્ય વિભાગ દ્વારા 176 સર્વેલન્સ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. ક્યાંથી અને કયા નમૂના નાપાસ થયા? જેમાં અંકલ ફાસ્ટ ફુડ કોર્નર – પનીર (લૂઝ), રાજશક્તિ ફાસ્ટ ફુડ પોઈન્ટ – પનીર (લૂઝ), યુ.એસ. પીઝા / શ્રી જલારામ ફુડ એન્ડ બેવરેજ – પનીર (લૂઝ), રામકૃષ્ણ ડેરી ફાર્મ – માવો (લૂઝ) તથા અખાદ્ય નમૂનામાં સાઈનાથ લોજ – પ્રીપેર્ડ દાલ (લૂઝ), પ્રીપેર્ડ મગબીન સબ્જી (લૂઝ), તથા રોટલો રેસ્ટોરન્ટ – પ્રીપેર્ડ સબ્જી (લૂઝ) આ તમામ નાપાસ થયેલા અને અખાદ્ય સામગ્રી વેચતા એકમો અને આસામીઓ સામે તંત્ર દ્વારા ધોરણસરની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે, હાલ તહેવારોની મોસમ ચાલતી હોઈ આરોગ્ય વિભાગે ખાદ્ય પદાર્થોનું વેચાણ કરતા તમામ વેપારીઓને કડક ચેતવણી આપી છે કે, કોઈપણ સંજોગોમાં ખુલ્લા ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવું નહીં., તમામ ખાદ્ય સામગ્રીને નેટ (જાળી) વડે ઢાંકીને જ રાખવી., વેચાણના સ્થળે યોગ્ય સ્વચ્છતા અને સુઘડતા જાળવવી., મહાનગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે જો વેપારીઓ દ્વારા આ બાબતે બેદરકારી દાખવવામાં આવશે, તો તેમની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવશે...
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં જામ્યો દશેરાનો અસલી રંગ:સુરતમાં ફરસાણની દુકાનો બહાર લાંબી કતારો, રાજકોટમાં પણ ફાફડા-જલેબીની મીઠી સુગંધથી વાતાવરણ મઘમઘી ઉઠ્યું
    Next Article
    'I Know It's Risky But...': Sheikh Hasina Narrows Bangladesh Return Date

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment