Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખોબામાં દરિયો:કાશ

    9 hours ago

    રેખાબા સરવૈયા હાઈ સોસાયટીનો એક અદ્યતન બંગલો! કમ્પાઉન્ડમાં જામેલી પ્રતિષ્ઠિત નાગરિકોની ભીડ! ઝબૂકતી રોશની! કોલાહલ કરતું પશ્ચિમી સંગીત! હવા સાથે વહી આવતી સ્વાદિષ્ટ વાનગીઓની ખુશ્બુ ફૂટપાથ પરના એક બાળભિખારીનાં મનને લલચાવી ગઈ અને એ કશુંક ખાવાનું મેળવવાની ચાહમાં બંગલા ભણી દોડી ગયો. અર્ધ ખુલ્લાં રહેલાં મોટાં દરવાજાની તિરાડમાંથી એ અંદરનું દશ્ય ફાટી આંખે જોઈ રહ્યો. ત્રણ-ત્રણ દિવસની ભૂખથી નબળો પડેલો ભિખારી એક માણસના હડસેલાથી પડી ગયો. સુંદર મજાનાં શણગારેલાં ઊંચા મંચ ઉપર માણસો હંસી-ખુશીથી જતા હતા. માણસો ત્યાં કોઈને અભિનંદન આપવા જતા હતા એમ એણે મનથી અનુમાન કર્યું. કારણ કે...મંચ ઉપર જનાર દરેક વ્યક્તિના હાથમાં કંઈને કંઈ ભેટ-સોગાદ જરૂર હતી. મંચ ઉપરથી ઉતરીને માણસો તુરત જ વાનગીઓ રાખેલી હતી એ કાઉન્ટર ભણી જતાં અને મનપસંદ વાનગીઓની પ્લેટે સજાવીને પછી હાલતાં-ચાલતાં, હસતાં-બોલતાં એનો આનંદ માણતાં હતાં. છોકરાંની ભૂખ હવે ઔર તીવ્ર બની હતી. એ જરા વધુ અંદર જવા ગયો કે અંદરથી એક ‘સજન’એ એની એકદમ નજીક આવી, ધુરકીને ધમકાવી નાખતાં કહ્યું : ‘ચલ...હટ...સાલ્લાઓ...ક્યાંથી આવા પ્રસંગોએ મજા મારી નાખવા...! જા ! ભાગ...ભાગ...અહીંથી ... પૂછ્યા વગર છેક અંદર લગી ઘુસીને પછી તો બધું જોઈ લઈને ચોરી કરવી છે ન...હરામખોર નહીં તો...’ ‘પોતાનું પેટ બતાવીને એણે દયાસ્વરે કહ્યું: ‘માઈ-બાપ! ચોરીનું હું વિચારી પણ ન શકું. ગમે તેમ કરીને જો મને થોડું ખાવાનું મળી જાય તો...’ અધૂરી વાતને વધુ એક ધક્કો મારીને પેલા ‘માણસે’ કહ્યું: ‘હં... અસલિયત છુપાવવા માટે તો કંઈકંઈ બહાના કાઢી રાખો છો. સાલ્લા કૂતરા... ભાગ અહીંથી.’ લથડિયું ખાતાં પેલાં છોકરાએ જોયું મંચ ઉપરની અવર-જવર ઓછી થઈ ગઈ હતી અને મંચ ઉપર એક જર્મન શેફર્ડ નાસ્લનો કૂતરો ખૂબ શાનથી જીભ લપકાવતો બેઠો હતો. ભૂખ્યા ભિખારીની આંખમાંથી બે ગરમ ટીપા દડી પડ્યાં અને એક વિચાર પણ કે કાશ...
    Click here to Read More
    Previous Article
    રસથાળ:ફ્યુઝન ફૂડની ધમાલ! બે અલગ
    Next Article
    ખબરનામા:જી-પોપ ને લોકપ્રિય બનાવનાર સ્વરા ઓઝા

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment