Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રસથાળ:ફ્યુઝન ફૂડની ધમાલ! બે અલગ

    8 hours ago

    પાઉભાજી પિત્ઝા સામગ્રી પિત્ઝા બેઝ, તૈયાર ભાજી-1 કપ, મોઝેરેલા ચીઝ-અડધો કપ, પિત્ઝા સોસ-4 ચમચી, સમારેલું કેપ્સિકમ-પા કપ, સમારેલી ડુંગળી-પા કપ, સમારેલું ટામેટું-પા કપ, પાઉભાજી મસાલો-1 ચમચી, બટર અને ચિલિ ફ્લેક્સરીત પિત્ઝા બેઝ પર પિત્ઝા સોસ લગાવો. તેના પર ભાજી પાથરો અને થોડો પાઉભાજી મસાલો ભભરાવો. હવે સમારેલી ડુંગળી, કેપ્સિકમ અને ટામેટાં ભભરાવો. મોઝેરેલા ચીઝ અને થોડું બટર મૂકો. પહેલેથી ગરમ કરેલા ઓવનમાં 200°C પર 10-15 મિનિટ સુધી કિનારી ક્રિસ્પી થાય ત્યાં સુધી બેક કરો. ચિલી ફ્લેક્સ ભભરાવીને ગરમાગરમ સર્વ કરો. બિસ્કોફ ચાય તિરામિસુ સામગ્રી બિસ્કોફ બિસ્કિટ-12થી 15, દૂધ-1 કપ, ચાની ભૂકી-2 ચમચી, ખાંડ-3 ચમચી, ઈલાયચી પાઉડર-પા ચમચી, તજ-નાનો ટુકડો, લવિંગ-1 નંગ, મસ્કાપોન ચીઝ-1 કપ, ઠંડી વ્હીપ ક્રીમ-અડધો કપ, વેનીલા એસેન્સ-1 ચમચી, કોકો પાઉડર-ઉપર છાંટવા માટે રીત એક પેનમાં દૂધ, ચાની ભૂકી, ઈલાયચી, તજ અને લવિંગ ઉમેરા 4થી 5 મિનિટ ઉકાળો. ગાળીને ઠંડું થવા દો. મસ્કાપોન ચીઝ, ખાંડ અને વેનીલા એસેન્સને બાઉલમાં હળવા હાથે મિક્સ કરો. ઠંડી વ્હીપ ક્રીમને અલગથી ફેંટીને મસ્કાપોનના મિશ્રણમાં ધીમેથી ભેળવો. બિસ્કિટને ઠંડી મસાલા ચામાં એક-બે સેકન્ડ ડુબાડીને ગ્લાસ અથવા ડિશમાં ગોઠવો. તેના પર ક્રીમનું લેયર પાથરો. ફરી બિસ્કિટ અને ક્રીમનું લેયર બનાવો. ઉપર કોકો પાઉડર છાંટીને ફ્રિજમાં 4-6 કલાક ઠંડું થવા દો. ગુલાબજાંબુ ચીઝકેક સામગ્રી બેઝ માટે ડાયજેસ્ટિવ બિસ્કિટ-1 પેકેટ, ઓગાળેલું બટર-પા કપ, ચીઝકેકના લેયર માટે ક્રીમ ચીઝ-1 કપ, ઠંડી વ્હીપ ક્રીમ-અડધો કપ, બુરુ ખાંડ-અડધો કપ, ઈલાયચી પાઉડર-અડધી ચમચી, ગુલાબજળ-1 ચમચી, જિલેટિન-1 ચમચી ટોપિંગ માટે 6-8 નાના ગુલાબજાંબુ, સમારેલા પિસ્તા, સૂકાં ગુલાબની પાંદડી રીત બિસ્કિટનો ભૂકો કરી તેમાં ઓગાળેલું બટર મિક્સ કરો. તેને કેક ટિનમાં દબાવીને સરખો બેઝ બનાવો અને 20 મિનિટ ફ્રિજમાં મૂકો. ક્રીમ ચીઝ અને બુરુ ખાંડને સ્મૂધ થાય ત્યાં સુધી ફેંટો. તેમાં ઈલાયચી પાઉડર અને ગુલાબજળ ઉમેરો. ઠંડી વ્હીપ ક્રીમને અલગથી ફેંટીને ચીઝના મિશ્રણમાં હળવેથી ભેળવો. જિલેટિનને મિશ્રણમાં ભેળવો. આ મિશ્રણ બિસ્કિટના બેઝ પર પાથરીને ઓછામાં ઓછા 6 કલાક અથવા સેટ થાય ત્યાં સુધી ફ્રિજમાં રાખો. ચીઝકેક સેટ થઈ જાય પછી ઉપર ગુલાબજાંબુ ગોઠવો અને પિસ્તા તથા ગુલાબની પાંખડીઓથી સજાવો. ટિપ: ગુલાબજાંબુનો વધારાનો રસ કાઢીને જ ટોપિંગમાં વાપરો, જેથી ચીઝકેકનું ક્રીમી લેયર ઢીલું ન પડે.
    Click here to Read More
    Previous Article
    મસાલામામી કહે છે:ફ્યુઝન ફૂડના ગોલ્ડન રુલ્સ
    Next Article
    ખોબામાં દરિયો:કાશ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment