Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સજાવટ:ઘરની કાયાપલટ: ઓછા બજેટમાં નવો લુક!

    1 day ago

    દિવ્યા દેસાઇ ઘર નાનું હોય કે મોટું, દરેકની ઇચ્છા હોય છે કે પોતાનું ઘર સુંદર, સુઘડ અને હૂંફાળું દેખાય. પરંતુ જ્યારે ઘરને નવો લુક આપવાની વાત આવે ત્યારે મોંઘા ફર્નિચર, ડિઝાઇનર વૉલપેપર અને ઇન્ટિરિયર ડિઝાઇનરના ખર્ચનો વિચાર કરીને આપણે ઘણીવાર આ વિચારને પડતો મૂકીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે માત્ર થોડા સ્માર્ટ ફેરફારો અને સર્જનાત્મક વિચારોની મદદથી પણ ઘરના કોઈ એક રૂમની આખી કાયાપલટ કરી શકાય છે? ચાલો, જાણીએ કેવી રીતે! 1 જૂના ફર્નિચરને આપો નવો અવતાર રૂમને નવો લુક આપવા માટે સૌથી પહેલાં નવું ફર્નિચર ખરીદવાની જરૂર નથી. ઘરમાં રહેલા જૂના ટેબલ, ખુરશી કે સાઇડ ટેબલને જ નવો લુક આપી શકાય છે. લાકડાના ફર્નિચરને યોગ્ય રીતે સાફ કરીને તેના પર નવો રંગ કરી શકાય અથવા તેની જૂની ફિનિશને સુધારી શકાય. જૂના સોફા પર રંગબેરંગી કુશન અને આકર્ષક થ્રો મૂકવાથી પણ રૂમનો દેખાવ બદલાઈ જાય છે. 2 દીવાલને બનાવો રૂમનું આકર્ષણ દીવાલો રૂમના દેખાવમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આખા રૂમમાં રંગ કરાવવાને બદલે માત્ર એક દીવાલને અલગ રંગ આપો. હળવો લીલો, બેજ, ક્રીમ કે પેસ્ટલ બ્લૂ જેવા રંગો રૂમને શાંત અને સુંદર દેખાવ આપી શકે છે. બજેટ ઓછું હોય તો દીવાલ પર પરિવારના ફોટોગ્રાફ્સ, પોતાની બનાવેલી પેઇન્ટિંગ્સ અથવા સુંદર ફ્રેમ્સ ગોઠવીને પણ તેને આકર્ષક બનાવી શકાય છે. 3 લાઇટિંગથી બદલો રૂમનો મૂડ યોગ્ય લાઇટિંગ રૂમના વાતાવરણમાં મોટો ફેરફાર લાવી શકે છે. દિવસ દરમિયાન કુદરતી પ્રકાશ અંદર આવે એ માટે બારીઓ પરના ભારે પડદા હટાવીને હળવા અને પ્રકાશ પસાર થવા દેતા પડદા લગાવો. સાંજના સમયે ગરમ પ્રકાશ આપતા લેમ્પ અથવા સુંદર ટેબલ લાઇટનો ઉપયોગ કરો. જોકે, લાઇટિંગ પસંદ કરતી વખતે રૂમના કદ અને જરૂરિયાતનું ધ્યાન રાખવું જરૂરી છે. 4 ઓછા ખર્ચે ડેકોરેશનનો કમાલ રૂમને સુંદર બનાવવા માટે મોંઘી શોપિંગ કરવાને બદલે ઘરમાં જ ઉપલબ્ધ વસ્તુઓનો સર્જનાત્મક ઉપયોગ કરો. કાચની જૂની બોટલમાં ફૂલો ગોઠવો, સુંદર ટ્રેમાં મીણબત્તીઓ અને નાની સજાવટી વસ્તુઓ મૂકો અથવા ખાલી ખૂણામાં નાનો છોડ રાખો. કુશન કવર, ટેબલ રનર અને પડદાના રંગો વચ્ચે યોગ્ય તાલમેલ રાખવાથી રૂમ વધુ સુઘડ દેખાશે. 5 ક્લટર દૂર કરો, જગ્યા વધારો ઘણીવાર રૂમ નાનો હોવાને કારણે નહીં, પરંતુ તેમાં જરૂર કરતાં વધારે વસ્તુઓ હોવાથી અવ્યવસ્થિત લાગે છે. ઉપયોગમાં ન આવતી વસ્તુઓને અલગ કરો અને જરૂરી વસ્તુઓને યોગ્ય જગ્યાએ ગોઠવો. બેડની નીચેના સ્ટોરેજ, દીવાલ પરના શેલ્ફ અને સ્ટોરેજ બાસ્કેટનો ઉપયોગ કરો. ફ્લોર પર ઓછી વસ્તુઓ રાખવાથી રૂમ વધુ ખુલ્લો અને વિશાળ લાગશે. 6 Before After: ફેરફારને કેમેરામાં કેદ કરો રૂમમાં ફેરફાર શરૂ કરતાં પહેલાં એક જ ખૂણેથી ફોટો પાડો. ત્યારબાદ દરેક ફેરફાર ધીમે ધીમે કરો અને અંતે એ જ ખૂણેથી ફરી ફોટો પાડો. બંને ફોટોગ્રાફ્સની સરખામણી કરતાં તમને તમારા પ્રયત્નોનો સુંદર પરિણામ જોવા મળશે. આ રીતે તમે તમારા ઘરના બીજા રૂમમાં પણ નવા પ્રયોગો કરવાની પ્રેરણા મેળવી શકશો.
    Click here to Read More
    Previous Article
    એકબીજાને ગમતાં રહીએ:સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ:રામ અને રાવણ
    Next Article
    સુનામી:રાવણ સીતાને લઇ ગયેલો, આપણે સીતાને જવા દેતા નથી!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment