Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુનામી:રાવણ સીતાને લઇ ગયેલો, આપણે સીતાને જવા દેતા નથી!

    1 day ago

    દશેરાએ રાવણનું પૂતળું બાળવા ભેગા થાવ ત્યારે સાથે એક સવાલ લઇને પણ જજો— રાવણે સીતાને એની ઇચ્છા વિરુદ્ધ લઈ જવાની હિંમત કરી હતી. આપણે સ્ત્રીને એની ઇચ્છા મુજબ જવા દેવાની હિંમત ક્યારે કરીશું? રાવણે જે કર્યું એ અપહરણ હતું. એનો બચાવ સહેજ પણ ન જ થઇ શકે. પણ ‘રાવણ’ને બાળતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે સ્ત્રીને ક્યાં જવું, કોની સાથે રહેવું અને ક્યાંથી પાછા ફરવું—એ નક્કી કરવાનો અધિકાર આજે પણ આપણે પોતાની પાસે જ રાખી રહ્યા છીએ...!! લોકો શું કહેશે એ આપણે વારંવાર પૂછીએ છીએ પણ એ સ્ત્રી શું કહે છે, એ એક વાર પણ સાંભળતા નથી. સ્ત્રીને પ્રેમથી રોકી શકાય. સલામતીની ચિંતા પણ થઈ શકે. સાથે બેસીને એનાં નિર્ણયનાં જોખમ સમજાવી શકાય. પણ આ બધું કર્યા પછીયે એને નિર્ણય લેવો જ હોય તો? એને સમજાવી દીધા પછી આપણી ચિંતા પૂરી થવી જોઈએ અને એની જીંદગી પર એનો અધિકાર શરૂ થવો જોઈએ. આપણે ત્યાં ઊલટું થાય છે. આપણે સમજાવતી વખતે દબાણ આપીએ છીએ અને પ્રેમ પર પહેરો ભરીએ છીએ. ‘અમે તારા ભલા માટે કહીએ છીએ’- લાગે છે કે આપણાં ઘરોમાં સ્ત્રીની ઇચ્છા સામે વપરાતું સૌથી વિનમ્ર હથિયાર કદાચ આ જ છે. આપણે ભલું ઇચ્છતા હોઇએ એ સારી વાત છે પણ આપણે માત્ર સ્ત્રીનું ભલું જ નથી ઇચ્છતા-એ આપણી બધી જ વાત માની લે એવું ઇચ્છીએ છીએ. આપણે દીકરીને પગભર બનાવીએ છીએ, પરંતુ તે પગ મૂકીને ઘરની બહાર પોતાનો રસ્તો પસંદ કરે ત્યારે અકળાઈ જઈએ છીએ. પત્નીને ‘મારો આધાર’ કહીએ છીએ, પરંતુ તેને પોતાનો આધાર બનવું હોય તો અપમાન માની લઈએ છીએ. સ્ત્રીને શક્તિ કહીને નવ દિવસ એની પૂજા કરીએ છીએ પણ દસમા દિવસે એ પોતાની શક્તિનો ઉપયોગ કરે તો એને સંબંધોને સાચવવા જતું કરવું પડે એવું સમજાવીએ છીએ!’ આપણને શક્તિશાળી સ્ત્રી ગમે છે કે શક્તિની મૂર્તિ? મૂર્તિને જ્યાં મૂકીએ ત્યાં રહે છે. જીવતી સ્ત્રી ચાલે છે. સવાલ પૂછે છે. ના પાડે છે. પસંદ કરે છે અને જરૂર પડે તો પાછી પણ ફરે છે. એટલે મૂર્તિને હાર પહેરાવવાનું સહેલું લાગે છે, પણ જીવતી સ્ત્રીને રસ્તો આપવાનું અઘરું ! સૌથી વધારે વિરોધ ત્યારે થાય છે જ્યારે સ્ત્રી કોઈ સંબંધમાંથી બહાર નીકળવા માગે છે. સંબંધમાં એણે શું સહન કરવું પડ્યું, એ જાણવામાં બહુ ઓછાને રસ હોય છે. રસ એટલો જ હોય છે કે હવે તે ક્યાં જશે, એકલી કેવી રીતે રહેશે અને મોભાનું શું થશે?? એ રહે તો ઘરનો મોભો. એ જાય તો ઘરની બદનામી. એક માણસની આખી જિંદગી આપણે આ બે શબ્દો વચ્ચે રમતી રાખીએ છીએ. સ્ત્રીનો દરેક નિર્ણય સાચો જ હોય એવું જરૂરી નથી, પણ એને ખોટો નિર્ણય લેવાનો અધિકાર આપવો જોઇએ. સ્ત્રી ખોટા માણસ પર વિશ્વાસ મૂકી શકે છે. ઉતાવળ કરી શકે છે. પણ જો આપણી સલાહ સાંભળવાનો-એને સ્વીકાર કરવાની ફરજ એની હોય તો ભૂલ કરવાનો અધિકાર એને નહીં મળવો જોઇએ? સ્વતંત્રતાનો અર્થ એ નથી કે એની કાળજી લેવાનું બંધ કરી દઈએ-અર્થ એટલો જ છે કે કાળજીનાં નામે એનાં જીવન પર કબ્જો લેવાનું બંધ કરી દઇએ. દશેરાએ આપણે રાવણને બાળીએ છીએ, કારણ કે તેણે સ્ત્રીની ઇચ્છાની પરવા કરી ન્હોતી….તો આપણે પોતાના ઘરમાં સ્ત્રીની ઇચ્છાને કેટલું ગણીએ છીએ, એવું એકવાર જોઇ લઇએ?
    Click here to Read More
    Previous Article
    સજાવટ:ઘરની કાયાપલટ: ઓછા બજેટમાં નવો લુક!
    Next Article
    શું BCCIનો આ નવો નિર્ણય ભારતને વર્લ્ડ કપ જીતાડી શકશે?:કિવીઝ સામેની ODIમાંથી જાડેજા-જયસ્વાલનું પત્તું કપાયું; શું 2027 વર્લ્ડ કપના પ્લાનમાંથી આ ખેલાડીઓ સાઈડલાઈન?

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment