Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એકબીજાને ગમતાં રહીએ:સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ:રામ અને રાવણ

    1 day ago

    કાજલ ઓઝા વૈધ થોડાં વર્ષો પહેલાં એક ગુજરાતી નિર્માતા-દિગ્દર્શકની ફિલ્મ ‘ભવાઈ’નો ખૂબ જ વિવાદ થયો હતો. ફિલ્મમાં સશક્ત અભિનેતા પ્રતીક ગાંધીએ એક એવા યુવાનનો રોલ કર્યો હતો જે નાનકડા ગામમાં રહે છે, પરંતુ અભિનેતા બનવાના સ્વપ્ન જુએ છે. ગામમાં રામલીલા આવે છે, રાવણ બીમાર પડે છે અને આ છોકરાને રાવણનું પાત્ર ભજવવાની તક મળે છે. રાવણનું પાત્ર ભજવતાં ભજવતાં એ સીતાનું પાત્ર ભજવી રહેલી યુવતીના પ્રેમમાં પડે છે... અહીં એક ભયાનક પરિસ્થિતિ સર્જાય છે! રાવણ કેવી રીતે સીતામૈયાની સામે કુદ્રષ્ટિ નાખી શકે-એ વિચાર સાથે અંતે ગામ લોકો ફક્ત પાત્ર ભજવી રહેલા યુવકને મારી નાખે છે! આપણી અંધશ્રદ્ધા અને અણસમજની માનસિકતાનું આ ચિત્ર ફિલ્મ તરીકે બહુ સુંદર હતું, પરંતુ જે વાત ફિલ્મમાં બતાવવામાં આવી હતી એ જ માનસિકતા ફિલ્મને પણ નડી એમ કહીએ તો ખોટું નથી. પાંચ હજાર વર્ષથી રાવણનું પાત્ર આપણા સૌના મનમાં એક રસપ્રદ પાત્ર બની રહ્યું છે. એની વિદ્વત્તા, શિવભક્તિ અને શૌર્ય વિશે સહુ એને આદર આપે છે, પરંતુ એ જ્યારે સીતામૈયાનું અપહરણ કરે છે ત્યારે એના પતનની શરૂઆત થાય છે. આ પતનના કારણોમાં ક્યારેક મોક્ષની ઈચ્છા, તો ક્યારેક બહેન શુર્પણખાનું વેર, ક્યારેક વિધિનું વિધાન તો ક્યારેક કર્મના સિધ્ધાંતને જોડવામાં આવે છે, પરંતુ વિચારીએ તો સમજાય કે રાવણ વગર રામની મહત્તા પ્રસ્થાપિત થઈ શકે ખરી? જ્યાં સુધી આપણને અંધકાર નથી સમજાતો ત્યાં સુધી આપણને અજવાળાની મહત્તા કઈ રીતે સમજાય? રાવણ એક એવી ડાર્ક સાઈડ છે જેને કારણે આપણને ઉજ્જવળ દિશાનું મહત્વ વધુ સ્પષ્ટતાથી સમજાય છે. ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે, કે ‘જ્યારે જ્યારે પૃથ્વી પર અધર્મ ફેલાશે, સાધુઓ કે સજ્જનોને જ્યારે કોઈ હેરાન કરશે ત્યારે આ પૃથ્વી પરથી પાપ ઘટાડવા ઈશ્વર અવતાર લે છે.’ આ અવતાર એટલે અધર્મ પર ધર્મનો, અંધકાર પર ઉજાસનો, મલિનતા પર ઉજ્જવળતાના વિજયની કથા. દુનિયાની દરેક વ્યક્તિ પાસે સારી અને ખરાબ બંને પ્રકારની માનસિકતા હોય છે. દુનિયાનો કોઈ માણસ સ્પષ્ટ રીતે સારો કે તદ્દન ખરાબ નથી જ હોતો, પરંતુ સદીઓથી આપણે સમાજમાં રામ અને રાવણ એવા બે સ્પષ્ટ વિભાગો સાથે જીવતાં શીખ્યા છીએ... 25 જાન્યુઆરી, 2024ના દિવસે દિલ્હીથી શરૂ થયેલું એક સંગીતમય નાટક ‘હમારે રામ’ અસાધારણ લોકપ્રિયતા સાથે અઢી વર્ષમાં 450થી વધુ શો કરી ચૂક્યું છે ત્યારે લગભગ 20 વર્ષ પછી આશુતોષ રાણાએ ફરી એક વાર રંગભૂમિ પર પોતાનો જાદુ પાથર્યો છે. એમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘હું સાવ નાનો હતો અને રામલીલા જોતો ત્યારથી મને રાવણનું પાત્ર કરવાની બહુ ઈચ્છા હતી. હું રાવણને ‘ખલનાયક’ તરીકે નથી જોતો બલ્કે એક વિદ્વાન, રાહ ભૂલેલા વ્યક્તિ તરીકે જોઉ છું. રાવણને પોતાના જ્ઞાનનું અભિમાન થયું, પણ પોતાના અભિમાનનું જ્ઞાન ન થયું, એને કારણે એની પડતી થઈ.’ એ નાટકમાં અંતે જ્યારે રાવણ પોતાનો દેહ ત્યાગ કરી રહ્યા છે ત્યારે રામ પોતાના ભાઈ લક્ષ્મણને રાવણ પાસે મોકલે છે અને એનું અગાધ જ્ઞાન મેળવવા વિનંતી કરવાનું કહે છે, એ સીનમાં આશુતોષ રાણા મૃત્યુ પામી રહેલા એક લેજન્ડ, વિદ્વાન વ્યક્તિ તરીકે જે વાત કહે છે એ આપણે સૌએ સમજવા જેવી છે. એક અભિનેતાની સમજ અને આગવા દ્રષ્ટિબિંદુથી ‘દશાનન’ કે ‘લંકેશ’ના પાત્રને ખૂબ ઉંચાઈ પ્રાપ્ત થઈ છે. આજથી વર્ષો પહેલાં રામાનંદ સાગરના ‘રામાયણ’માં એક ગુજરાતી અભિનેતા અરવિંદ ત્રિવેદીએ ‘રાવણ’નું પાત્ર કર્યું હતું. એમને પણ ખૂબ જ પ્રસિદ્ધિ મળી હતી. હવે રજૂ થનારી ફિલ્મ ‘રામાયણ’માં દક્ષિણના પ્રસિદ્ધ્ અભિનેતા યશ રાવણનું પાત્ર ભજવે છે. એને પણ અત્યારથી પ્રસિદ્ધિ મળવા લાગી છે. ટ્રેલરમાં જ્યારે આપણે અભિનેતા યશને જોઈએ છીએ ત્યારે દસ માથાવાળા રાવણના ચિત્ર કરતાં એક જુદી જ છાપ મળે છે. ક્યાંક કોઈએ એવું પણ સમજાવ્યું છે કે, દસ માથા અને વીસ ભૂજા એક્ચ્યુલી શરીર પર હતાં કે નહીં, એના કરતાં વધુ મહત્ત્વનું એ છે કે, આ એક સિમ્બોલ અથવા પ્રતીક છે. ખરેખર કહેવાનું તાત્પર્ય એ હોઈ શકે કે, રાવણમાં દસ વ્યક્તિઓની બુદ્ધિ હતી અને વીસ વ્યક્તિ જેટલી તાકાત હતી... દશેરા ફક્ત રાવણદહનના મહત્ત્વ કરતાં ભીતરના રાવણના દહનના મહત્વ તરીકે પણ ઉજવવું જોઈએ. તમસ ઉપર વિજય મેળવવાનો પ્રયાસ સતત કરતાં રહેવું પડે છે કારણ કે, એક વાર ઈન્દ્રિય કે ઈચ્છાઓને જીતી લેવાથી માણસ તરીકેનો પ્રવાસ પૂરો થતો નથી. અંધકાર ફરી ફરીને સમુદ્રની જેમ પાછો ફરે છે. વ્યક્તિને ઘેરી વળે છે ત્યારે દરેક વખતે ભીતરના રામને જગાડવો પડે છે. રામ આજ્ઞાકારી છે-આ પણ એક પ્રતીક છે. જે વ્યક્તિની ઈન્દ્રિયો એની પોતાની આજ્ઞામાં રહી શકે એ વ્યક્તિ કદીય રાવણ બનતો નથી. અર્થ એ થયો કે, બળવાન વ્યક્તિ પાસે બળની સાથે બુદ્ધિ હોવી જોઈએ. સામાન્ય રીતે બળને શારીરિક શક્તિ, સત્તા, સંપત્તિ કે કનેક્શન, ઓળખાણ-પીછાણ જેવા અર્થમાં લઈ શકાય. આ જગતમાં જે વ્યક્તિ પાસે બળ છે, શક્તિ છે, સંપત્તિ છે, પરંતુ એની પાસે ઉપયોગ કરવાની સદબુદ્ધિ નથી એ બધા રાવણ જ છે. લંકાકાંડની એક ચોપાઈ કહે છે, તિન્હહિ ગ્યાન ઉપદેસા રાવન । આપનુ મંદ કથા સુભ પાવન ।। પર-ઉપદેસ કુસલ બહુતેરે । ને આચરહિં તે નર ન ઘનેરે ।।543।। (રાવણ ભલે જ્ઞાની હોય, પરંતુ અંતે રાક્ષસ છે, એની વાતો સારી અને બુદ્ધિશાળી હોઈ શકે, પરંતુ એ પોતે પોતાની જ વાતોને અમલમાં મૂકી શકતો નથી.) રાવણની પત્ની મંદોદરી એને કહે છે, ‘જે ઈન્દ્રિયોને જીતીને વ્યક્તિ ત્રણેય લોક પર વિજય પ્રાપ્ત કરે છે એ જ ઈન્દ્રિયો જ્યારે એના વશમાંથી નીકળી જાય છે ત્યારે એના પતન તરફ લઈ જાય છે.’
    Click here to Read More
    Previous Article
    મીઠી મૂંઝવણ:લગ્ન થયાં ત્યારે પતિ અને સાસરિયાંમાં સૌ ખૂબ સાચવતાં હતાં, હવે તેમના વર્તનમાં પરિવર્તન આવી ગયું છે
    Next Article
    સજાવટ:ઘરની કાયાપલટ: ઓછા બજેટમાં નવો લુક!

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment