Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મીઠી મૂંઝવણ:લગ્ન થયાં ત્યારે પતિ અને સાસરિયાંમાં સૌ ખૂબ સાચવતાં હતાં, હવે તેમના વર્તનમાં પરિવર્તન આવી ગયું છે

    1 day ago

    મોહિની મહેતા પ્રશ્ન: મારો સ્વભાવ હમણાંથી ખૂબ ચીડિયો થઇ ગયો છે. ઘરમાં નાની-નાની વાતમાં ગુસ્સે થઇ જાઉં છું. ઓફિસમાં પણ મારા કલીગ્સ મારાથી દૂર રહે છે. બાળકો મારી પાસે આવતાં ગભરાય છે. મારો સ્વભાવ આવો ચીડિયો થઇ જવાનું કારણ સમજાવશો? હું મારો સ્વભાવ કઇ રીતે બદલું? { એક પુરુષ ઉત્તર: તમે મનોમન કોઇ જાતનો સ્ટ્રેસ અનુભવો છો અથવા તો એવું કોઇ કામ બાકી છે, જે ઘણા સમયથી થઇ શક્યું ન હોય. આવું કંઇ હોય ત્યારે અજાણતાં જ માણસનો સ્વભાવ બદલાઇ જાય છે. નાની-નાની વાતમાં ગુસ્સો આવવો, કલીગ્સ સાથે ન ફાવે, બાળકો તમારી પાસે આવતા ગભરાય વગેરેની પાછળ જવાબદાર તમારો ચીડિયો સ્વભાવ જ છે. તમે શાંતિથી બેસીને વિચારો કે કેમ તમારામાં આવું પરિવર્તન આવ્યું છે. આ રીતે સ્વભાવ બદલાવા પાછળનું કારણ શું છે. બને તો થોડું વિચારીને પોતાના પર થોડો સંયમ રાખો. એથી ધીમે-ધીમે તમારા સ્વભાવમાં પરિવર્તન આવશે. પ્રશ્ન: મારો દીકરો હજી તો માંડ દસ વર્ષનો છે. એને મોબાઇલની એવી ટેવ પડી ગઇ છે કે જો એની પાસેથી મોબાઇલ લઇ લઇએ તો એ અકળાઇ જાય છે. ધમપછાડા કરે છે, વસ્તુઓ ફેંકવા લાગે છે અને ક્યારેક તો એની જાતને નુકસાન પહોંચાડવાની હદ સુધી પહોંચી જાય છે. એને કઇ રીતે આ કુટેવ છોડાવવી? { એક મહિલા ઉત્તર: માત્ર દસ વર્ષના તમારા દીકરાને તમે મોબાઇલ આપ્યો. એટલું જ નહીં, એને એ આખો દિવસ જેમ ઇચ્છા થાય તેમ વાપરવા દીધો. હવે જ્યારે તમે એની પાસેથી મોબાઇલ પાછો લો છો, ત્યારે એ અકળાય, ચીડાય અને પોતાની જાતને નુકસાન પહોંચાડવાની હદ સુધી પહોંચી ગયો છે, તેની પાછળ વાંક તો તમારો જ છે. એની અભ્યાસ કરવાની કે મિત્રો સાથે રમવાની વયે તમે એને એવી વસ્તુ આપી દીધી, જેમાં એ સતત વ્યસ્ત રહે. હવે જો તમે એ લેવાનો પ્રયત્ન કરો તો એને એ નહીં જ ગમે. છતાં એની આ ટેવ છોડાવવા તમે દિવસ દરમિયાન સ્ક્રીન ટાઇમ નિશ્ચિત કરો. એને મિત્રો સાથે રમવા મોકલો, એના અભ્યાસમાં ધ્યાન આપો અને જાતે જ એનું હોમવર્ક, નોટ્સ વગેરે ચેક કરો. એથી એ પોતાની અન્ય બાબતો પ્રત્યે પણ જવાબદાર બનશે અને ધીમે ધીમે મોબાઇલની ટેવ ઓછી થઇ જશે. પ્રશ્ન: મારા એક મિત્રને રૂપિયાની જરૂર હોવાથી મેં એને કેટલાક રૂપિયા આપ્યા હતા. હવે એનું કામ થઇ ગયું છે અને એનું જીવનધોરણ સુધરી ગયું છે. છતાં એ મારા રૂપિયા પાછા આપતો નથી. મેં એની પાસે ઘણી વાર મારા રૂપિયાની માગણી કરી, તો એ કહે છે કે હું તારા રૂપિયા લઇને ભાગી નથી જવાનો. મારે શું કરવું? { એક યુવાન ઉત્તર: તમે કદાચ એક વાત નહીં સાંભળી હોય અને સાંભળી હશે, તો સમજ્યા નહીં હો. રૂપિયા-પૈસાથી સંબંધ કાયમ બગડે છે. તમે તમારા મિત્રને સારા ભાવે એને જરૂરિયાત હોવાથી મદદરૂપ થવા માટે રૂપિયા આપ્યા, પણ હવે એ તમારા રૂપિયા પરત આપવાનું નામ નથી લેતો. તમે જ્યારે રૂપિયાની માગણી કરી, ત્યારે એણે જે જવાબ આપ્યો છે, તેના પરથી એટલું તો સહેલાઇથી સમજી શકાય છે કે એ તમારા રૂપિયા પાછા આપવા માગતો નથી. હવે એ રૂપિયા કાયમ માટે ગયા માની લો અને બને તો એ મિત્ર સાથેના સંબંધ મર્યાદિત કરી નાખો. તમને તકલીફ પડશે, પરંતુ ભવિષ્યમાં ક્યારેય કોઇને રૂપિયા આપવાની સ્પષ્ટ ના કહી દેશો તો બિનજરૂરી માનસિક અને આર્થિક પરેશાનીથી બચી શકશો. પ્રશ્ન: મારાં લગ્ન થયાં ત્યારે પતિ અને સાસરિયાંમાં સૌ મને ખૂબ સાચવતાં હતાં. મને કોઇ જાતની તકલીફ પડવા નહોતાં દેતાં. હવે લગ્નનાં ત્રણ વર્ષ પછી તેમના વર્તનમાં એકદમ પરિવર્તન આવી ગયું છે. પતિ માટે હું જાણે એમની ઇચ્છાપૂર્તિના સાધનથી વિશેષ કંઇ નથી. સાસરિયાંના સભ્યો પણ મારી સાથે ઉદ્ધતાઇથી વર્તે છે. મને એ લોકોમાં આવેલા આ પરિવર્તનનું કારણ સમજાતું નથી. મારે શું કરવું? { એક મહિલા ઉત્તર: તમારાં લગ્ન થયાં એ વખતે તમે નવવધૂ હતાં. એથી તમારા પતિ અને સાસરિયાં તમને સાચવાતાં હતાં, કેમ કે તમે માતા-પિતાનું ઘર છોડીને એક અજાણ્યા ઘર અને પરિવારમાં આવ્યાં હતાં. હવે પતિ અને સાસરિયાંના સ્વભાવ, આદતો, રીતભાત વગેરેનો તમને ખ્યાલ આવી હયો હોય અને તમે પણ સૌની સાથે હળીમળી ગયાં હો, ત્યારે સ્વાભાવિક રીતે જ એ લોકો ઇચ્છે કે તમે પણ એમની સુવિધા સાચવો. કોઇ પણ મહિલા લગ્ન પછી પાંચ-છ મહિના સુધી સાસરિયાંમાં નવીસવી હોય છે. પછી તેને બધો ખ્યાલ આવી જતો હોય છે. તમે હજી સુધી તમારા સાસરિયાંની સાથે આત્મીયતા સાધી શક્યાં ન હો અને તેથી તમને એવું લાગે છે કે તેઓ તમને પહેલાંની માફક સાચવતા નથી. તેમના માટે મનમાં કોઇ જાતની ગ્રંથિ બાંધવાને બદલે આત્મીયતાથી વર્તો. તેમના સાથે નિખાલસતાથી વાત કરી તમે કેવું અનુભવી રહ્યા છો એ પણ જણાવો. પ્રશ્ન: હું જે યુવતીને પ્રેમ કરું છું, તેની સાથે ઘણી વાર એકાંતમાં મળ્યો છું, પરંતુ અમે અમારી મર્યાદાનો ભંગ નથી કર્યો. જોકે છેલ્લા કેટલાક વખતથી એ જ્યારે મળે ત્યારે એની વાતો અને વર્તન દ્વારા મને લાગે છે કે એની ઇચ્છા શારીરિક સંબંધ બાંધવાની છે. એને કઇ રીતે સમજાવવી? { એક યુવાન ઉત્તર: સૌથી પહેલાં તો તમે તમારી પ્રેમિકાને એકાંતમાં મળવાનું બંધ કરો. તમે બંને કોઇ પાર્કમાં, કોઇ પિકનિક સ્પોટ પર અથવા એવી કોઇ જગ્યાએ મળવાનું રાખો જ્યાં તમારા ઉપરાંત બીજા લોકોની પણ હાજરી હોય. તમે ગાર્ડનમાં ફરવા જાવ, તો પણ એવી જગ્યા શોધો જ્યાં લોકોની અવરજવર સતત રહેતી હોય. આમ કરવાથી મોટા ભાગે તમારી પ્રેમિકાને ખ્યાલ આવી જશે કે તમને એનું વર્તન પસંદ નથી. આમ છતાં જો એનામાં કંઇ ફેરફાર ન જણાય, તો એને પ્રેમથી અને શાંતિથી સમજાવો કે ભવિષ્યનો વિચાર કરે. એ સમજદાર હશે તો સમજી જશે અને પોતાના પર નિયંત્રણ રાખી શકશે.
    Click here to Read More
    Previous Article
    મૂડ માઇન્ડ:ઉદાસીનતાના અંધકારમાં ભક્તિનો દીવો
    Next Article
    એકબીજાને ગમતાં રહીએ:સદબુદ્ધિ અને દુર્બુદ્ધિ:રામ અને રાવણ

    Related મેગેઝિન Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment