Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં મારામારી અને અકસ્માતના ચાર બનાવો:લોખંડના સળિયા અને ચપ્પુથી હુમલો, નિવૃત્ત વ્યક્તિ સાથે મારામારી; રિક્ષાની ટક્કરથી બાઇકસવારને ઈજા

    3 days ago

    પંચમહાલ જિલ્લામાં મારામારી, હુમલો, ધમકી અને અકસ્માતના ચાર અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. ગોધરા શહેરમાં ઘર આગળ ગાળો બોલવાની ના પાડતાં એક વ્યક્તિ પર લોખંડના સળિયા અને ચપ્પુથી હુમલો કરાયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. અન્ય એક બનાવમાં નાણાંની ઉઘરાણીને લઈને નિવૃત્ત વ્યક્તિ સાથે મારામારી થઈ હતી. જ્યારે ગોધરામાં રિક્ષાની ટક્કરથી બાઇકસવારને ઈજા પહોંચી હતી અને મોરવા હડફ તાલુકામાં હાઇકોર્ટમાં કેસ કરવા બાબતે યુવકને માર મારી ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ છે. સંબંધિત પોલીસ મથકોએ ગુના નોંધી તપાસ હાથ ધરી છે. 1. ગાળો બોલવાની ના પાડતાં લોખંડના સળિયા અને ચપ્પુથી હુમલો ગોધરા શહેરમાં પાવરહાઉસ સામે આવેલા કુંભારવાસ વિસ્તારમાં ઘર આગળ ગાળો બોલવાની ના પાડતાં દીપકભાઈ ગોદરીયા પર બે શખ્સોએ હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, એક આરોપીએ લોખંડના સળિયાથી દીપકભાઈના માથાના પાછળના ભાગે માર માર્યો હતો, જ્યારે બીજા આરોપીએ ચપ્પુ વડે તેમના પેટના ભાગે હુમલો કર્યો હતો. આ દરમિયાન વચ્ચે પડેલી દીપકભાઈની પત્નીને પણ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. આ મામલે ગોધરા શહેર 'બી' ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 2. નાણાંની ઉઘરાણીને લઈને નિવૃત્ત વ્યક્તિ સાથે મારામારી ગોધરા શહેરના બામરોલી રોડ પર આવેલી માણેક પાર્ક સોસાયટીમાં રહેતા 60 વર્ષીય નિવૃત્ત નરેન્દ્રસિંહ સોલંકી સાથે મારામારી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, તેમના પુત્ર વિરુદ્ધ થયેલી છેતરપિંડીની ફરિયાદના સંદર્ભમાં વ્યાજ સહિત નાણાંની ઉઘરાણી કરવામાં આવી હતી. નાણાં આપવાની ના પાડતાં વડોદરાના આલોક જામર અને પંકજકુમાર સાધુએ ગાળાગાળી કરી માર માર્યો હોવાનો આક્ષેપ છે. મારામારીમાં નરેન્દ્રસિંહને છાતી અને પેટના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ મામલે ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. 3. ભુરાવાવ ચોકડી પાસે રિક્ષાની ટક્કરથી બાઇકસવારને ઈજા ગોધરા શહેરના ભુરાવાવ ચોકડી પાસે રિક્ષાએ બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. 17 ઓક્ટોબરના રોજ બનેલી આ ઘટનામાં બાઇકસવાર ભાવેશભાઈ વાઘેલાને ડાબા પગે ઢીંચણની નીચેના ભાગે ફ્રેક્ચર જેવી ઈજાઓ પહોંચી હતી. ફરિયાદ મુજબ, અકસ્માત સર્જાયા બાદ રિક્ષાચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. આ મામલે ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. 4. હાઇકોર્ટમાં કેસ કરવા બાબતે અદાવત રાખી માર માર્યાનો આક્ષેપ મોરવા હડફ તાલુકાના મેખર ગામે હાઇકોર્ટમાં કેસ કરવા બાબતે અદાવત રાખીને રાજેન્દ્રકુમાર માલીવાડ સાથે મારામારી કરાઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, 18 ઓક્ટોબરના રોજ રંગીતભાઈ ડામોર રાજેન્દ્રકુમારના ઘરે પહોંચ્યા હતા અને હાઇકોર્ટમાં કેસ કરવા બાબતે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ રાજેન્દ્રકુમારનો કોલર પકડી તેમને નીચે પાડી માર માર્યો હોવાનો આક્ષેપ છે. ઉપરાંત, તેમને ગામમાંથી કાઢી મૂકવાની અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાની ફરિયાદ છે. આ મામલે મોરવા હડફ પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ચારેય બનાવોમાં પોલીસ તપાસ શરૂ પંચમહાલ જિલ્લામાં બનેલા આ ચાર અલગ-અલગ બનાવોને પગલે સંબંધિત પોલીસ મથકોમાં ફરિયાદો નોંધાઈ છે. ગોધરા શહેરના 'એ' અને 'બી' ડિવિઝન પોલીસ મથકો તેમજ મોરવા હડફ પોલીસે ફરિયાદોના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને બનાવો અંગે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતના કૃષિ વિભાગમાં મોટો વહીવટી ફેરફાર:79 નાયબ ખેતી નિયામકોની બદલી, 8 મદદનીશ ખેતી નિયામકોને બઢતી, જુઓ સંપૂુર્ણ લિસ્ટ
    Next Article
    રાત્રિના સમયે વિખુટા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન:ભાષાની મર્યાદાને માત આપી ગાંધીનગર પોલીસે પુત્ર સાથે સુરક્ષિત મિલાપ કરાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment