Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાત્રિના સમયે વિખુટા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન:ભાષાની મર્યાદાને માત આપી ગાંધીનગર પોલીસે પુત્ર સાથે સુરક્ષિત મિલાપ કરાવ્યો

    3 days ago

    ગાંધીનગરના સેક્ટર-13 વિસ્તારમાં રાત્રિના સમયે પોતાના પરિવારથી વિખુટા પડીને ભયભીત હાલતમાં રખડતા એક સિનિયર સિટીઝન મહિલાને સેક્ટર-7 પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીના કલાકોમાં જ તેમના પુત્ર સાથે સુરક્ષિત મિલાપ કરાવી આપ્યો છે. ભાષાની મર્યાદાને માત આપી પોલીસે રાત્રિના સમયે વિખુટા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવી ઓપરેશન મિલાપના સૂત્રને સાર્થક કર્યું છે. મહિલા ગભરાયેલી સ્થિતિમાં મળ્યા, બોલી શકતા ન હતા પ્રાપ્ત વિગતો અનુસાર 18 ઓક્ટોબરની રાત્રે 112 નંબરની ઇમરજન્સી હેલ્પલાઇન પર એક કોલ આવ્યો હતો કે, સેક્ટર-13 વિસ્તારમાં એક વયોવૃદ્ધ મહિલા ગભરાયેલી સ્થિતિમાં મળી આવ્યા છે. આ મહિલા ગુજરાતી કે હિન્દી ભાષા સમજી કે બોલી શકતા ન હતા અને કોઈ અલગ જ સ્થાનિક ભાષામાં વાત કરી રહ્યા હતા, જેથી તેમની ઓળખ કે સરનામું મેળવવું મુશ્કેલ બન્યું હતું. સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત રખાયા આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને 112ની મોબાઇલ વાન અને મહિલા પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી વૃદ્ધાને સેક્ટર-7 પોલીસ સ્ટેશને પહોંચાડ્યા હતા. પોલીસ સ્ટેશન લાવ્યા બાદ પોલીસ અધિકારીઓની સૂચનાથી હાજર ટીમે વૃદ્ધાની પૂછપરછ હાથ ધરી હતી. પરંતુ ભાષાકીય મર્યાદાના કારણે તેમની વાત સમજી શકાતી ન હતી. રાત્રિનો સમય હોવાથી મહિલાની સુરક્ષાને પ્રાથમિકતા આપીને પોલીસે તેમને ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે સુરક્ષિત રાખવાની વ્યવસ્થા કરી હતી. વૃદ્ધાના ફોટોગ્રાફના આધારે તપાસ કરીને પુત્ર સાથે મિલાપ કરાવ્યો ત્યારબાદ પોલીસે હ્યુમન સોર્સિસ અને સ્થાનિક નેટવર્કનો ઉપયોગ કરીને વૃદ્ધાના ફોટોગ્રાફના આધારે જ્યાંથી તેઓ મળી આવ્યા હતા તે સેક્ટર-13 અને આસપાસના વિસ્તારમાં તપાસ તેજ કરી હતી. આ ઘનિષ્ઠ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મૂળ મહારાષ્ટ્રના જલગાંવના વતની અને હાલ સેક્ટર-13 માં રહેતા કાન્તીલાલ ચૌહાણના માતા ચકુબાઈ માનસિક રીતે અસ્વસ્થ છે. અને તેઓ અડધી રાત્રે ઊંઘમાંથી જાગીને અચાનક ઘરેથી નીકળી ગયા હતા. ભાષાની મર્યાદા અને રાત્રિના અંધારા વચ્ચે ઓપરેશન મિલાપ આ વિગતો મળતાં જ પોલીસે તાત્કાલિક તેમના પુત્ર કાન્તીલાલનો સંપર્ક કર્યો હતો. જરૂરી ખાતરી કર્યા બાદ ગણતરીના કલાકોમાં જ વૃદ્ધાને તેમના પુત્ર અને પરિવારજનોને સોંપવામાં આવ્યા હતા. ભાષાની મર્યાદા અને રાત્રિના અંધારા વચ્ચે પણ ઓપરેશન મિલાપ અંતર્ગત સેક્ટર-7 પોલીસની આ સમયસૂચકતા અને પ્રશંસનીય કામગીરીએ એક પરિવારની ચિંતા દૂર કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
    Click here to Read More
    Previous Article
    પંચમહાલમાં મારામારી અને અકસ્માતના ચાર બનાવો:લોખંડના સળિયા અને ચપ્પુથી હુમલો, નિવૃત્ત વ્યક્તિ સાથે મારામારી; રિક્ષાની ટક્કરથી બાઇકસવારને ઈજા
    Next Article
    બોટાદ મુક્તિધામ મેલડી માતાજી મંદિરે નવરાત્રીમાં ૧૦૮ દીપમાળા સાથે મહાઆરતી:મુક્તિધામના પ્રણેતા સી.એલ.ભીકડીયા અને પરષોત્તમ સાંકળિયાએ આયોજન કર્યું, અનેક ભક્તો જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment