Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધે ટેનામેન્ટમાં પાણી માટે મહિલાઓનો મહાનગરપાલિકાએ હલાબોલ:બે વર્ષથી સમસ્યા યથાવત્, ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

    1 day ago

    સુરેન્દ્રનગર શહેરના વોર્ડ નંબર 8માં આવેલા રાધે ટેનામેન્ટ વિસ્તારમાં પાણીની લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાને કારણે સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળ્યો. પાણીની અનિયમિત આવકથી પરેશાન મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ પહોંચી ઉગ્ર રજૂઆત કરી અને તાત્કાલિક નિરાકરણની માંગ કરી. રહિશોના આક્ષેપ મુજબ, છેલ્લા બે વર્ષથી આ વિસ્તારમાં પાણીની સમસ્યા યથાવત્ છે. તેમને ત્રણથી ચાર દિવસે એક વખત પાણી મળે છે, જેના કારણે રોજિંદા ઘરવપરાશ માટે મુશ્કેલી પડે છે. પાણીની જરૂરિયાત પૂરી કરવા પૈસા ખર્ચીને ખાનગી ટેન્કર મંગાવવાની ફરજ પડે છે. સ્થાનિક શનિભાઈ પલાણીયા અને તારાબેન મનીષભાઈ ગણાત્રા સહિત રહિશોએ જણાવ્યું કે અગાઉની રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી. જો આગામી સમયમાં પાણીની સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    ‘મંડળી’ ગરબામાં પોલીસની હાજરીમાં ધોકા-તલવારથી બબાલ:ગાંધીનગરમાં પ્રવેશ બાબતે યુવકો-બાઉન્સરો વચ્ચે અથડામણ; પૈસા ખર્ચીને આવેલા ખેલૈયામાં ફફડાટ
    Next Article
    કચ્છમાં ખનિજ વિભાગે 7 ડમ્પર જપ્ત કર્યા:ચાઇનાકલે અને સિલિકા સેન્ડના ગેરકાયદેસર વહન સામે કાર્યવાહી, 2 કરોડનો મુદ્દામાલ કબજામાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment