Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતમાં ગરમીનો પારો ચઢશે:આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી; તાપમાન 2થી 3 ડિગ્રી વધવાનું અનુમાન

    2 days ago

    હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સપ્તાહ દરમિયાન રાજ્યમાં વરસાદની કોઈ શક્યતા નથી અને ગરમીનો પારો ધીમે ધીમે વધી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન પર સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની ગુજરાત પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન સુકું રહેશે. હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાથી વરસાદની કોઈ સંભાવના નથી. સાત દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારની શક્યતા નહીવત આગામી બે દિવસમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. ત્યારબાદ તાપમાન સ્થિર રહેવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં આગામી સાત દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારની શક્યતા નથી. અમદાવાદ અને ગાંધીનગર આ બંને શહેરોમાં આકાશ આંશિક વાદળછાયું રહી શકે છે. મહત્તમ તાપમાન 37 ડિગ્રીની આસપાસ અને લઘુત્તમ તાપમાન 23થી 24 ડિગ્રીની આસપાસ રહેવાનું અનુમાન છે. રાજ્યમાં સૌથી વધુ તાપમાન કેશોદમાં 37.9 ડિગ્રી અને સૌથી ઓછું તાપમાન દીવમાં 20.1 ડિગ્રી નોંધાયું છે. માર્ચના અંતિમ દિવસોમાં રાજ્યમાં ગરમીનો અનુભવ થશે હાલ પવનની ગતિ સામાન્ય છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે 15થી 20 નોટ્સની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, તેથી માછીમારો માટે હાલ કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી. માર્ચના અંતિમ દિવસોમાં રાજ્યમાં ગરમીનો અનુભવ થશે, પરંતુ માવઠાની કોઈ શક્યતા નથી.
    Click here to Read More
    Previous Article
    ‘મારૂતિ માટે ટ્રેન ચાલું થાય તો મુસાફરો માટે કેમ નહીં’:બહુચરાજીમાં ચૈત્રી પૂનમના મેળા પહેલા ગાડી શરૂ કરવા માગ, કંપનીની માલગાડી રોકવાની કોંગ્રેસના પૂર્વ MLAની ચીમકી
    Next Article
    Video: Smoke, Fire As Iranian Drone Strikes Fuel Tank At Kuwait Airport

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment