Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિરોણામાં વીજતાર તૂટતા 5 ભેંસોના મોત:પશુપાલકને મોટું નુકસાન, PGVCLની કામગીરી સામે ગ્રામજનોમાં રોષ

    1 day ago

    કચ્છ જિલ્લામાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો માટે પશુધન જ આજીવિકાનો મુખ્ય આધાર હોય છે, ત્યારે નખત્રાણા તાલુકાના નિરોણા ગામની વાડી વિસ્તારમાં બનેલી એક દુર્ઘટનાએ માલધારી પરિવારને મોટો આર્થિક ફટકો પહોંચાડ્યો છે. ગામના સીમ વિસ્તારમાં PGVCLની વીજલાઇનનો જીવંત વીજતાર તૂટી પડતાં વીજશોક લાગવાથી એક જ પશુપાલકની પાંચ ભેંસોનાં કરુણ મોત નીપજ્યાં હતાં. એકસાથે પાંચ પશુઓ ગુમાવતાં અસરગ્રસ્ત માલધારી પરિવાર પર આફત આવી પડી છે. મળતી માહિતી મુજબ, નિરોણા ગામની વાડી વિસ્તારમાં આજે વીજતાર તૂટી પડવાની ઘટના બની હતી. આ દરમિયાન વીજતારના સંપર્કમાં આવવાથી મુગલ ઇબરામ હસમની પાંચ ભેંસોને વીજશોક લાગ્યો હતો, જેના કારણે તમામ ભેંસોનાં મોત થયાં હતાં. અચાનક બનેલી આ ઘટનાથી પશુપાલકને મોટું આર્થિક નુકસાન થયું છે. પશુધન પર નિર્ભર પરિવાર માટે આ નુકસાન માત્ર નાણાકીય નહીં, પરંતુ રોજગારી અને આજીવિકાની દૃષ્ટિએ પણ ચિંતાજનક બન્યું છે. ઘટનાની જાણ થતાં નિરોણા ગામના સરપંચ નરોત્તમ આહીરે સંબંધિત તંત્રને જાણ કરી હતી. સાથે જ અસરગ્રસ્ત માલધારીને થયેલા નુકસાનનું યોગ્ય મૂલ્યાંકન કરીને પૂરતું વળતર ચૂકવવામાં આવે તે માટે રજૂઆત પણ કરવામાં આવી છે. બીજી તરફ, આ બનાવને પગલે ગ્રામજનોમાં PGVCLની વીજલાઇનની જાળવણી અને કામગીરીને લઈને નારાજગી જોવા મળી રહી છે. વીજતાર તૂટવાની ઘટનાને પગલે વીજવ્યવસ્થાની સુરક્ષા અને સમયસર જાળવણી અંગે પણ સવાલો ઊભા થયા છે.
    Click here to Read More
    Previous Article
    કચ્છમાં ખનિજ વિભાગે 7 ડમ્પર જપ્ત કર્યા:ચાઇનાકલે અને સિલિકા સેન્ડના ગેરકાયદેસર વહન સામે કાર્યવાહી, 2 કરોડનો મુદ્દામાલ કબજામાં
    Next Article
    નાના નખત્રાણાની ખીમજ ગરબીમાં ઝળહળી રબારી સંસ્કૃતિ:50 વર્ષ જૂની પરંપરા અકબંધ, ફિલ્મી ગીતો વિના દુહા-છંદ સાથે રબારી પહેરવેશમાં ગરબા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment