Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘મંડળી’ ગરબામાં પોલીસની હાજરીમાં ધોકા-તલવારથી બબાલ:ગાંધીનગરમાં પ્રવેશ બાબતે યુવકો-બાઉન્સરો વચ્ચે અથડામણ; પૈસા ખર્ચીને આવેલા ખેલૈયામાં ફફડાટ

    2 days ago

    ગાંધીનગરના સાંતેજ પાસેના ખાત્રજ-કલોલ રોડ પર આવેલા જાણીતા ‘મંડળી’ ગરબા મહોત્સવમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક યુવાનો વચ્ચે પ્રવેશને લઈ હિંસક અથડામણ થઈ હતી. ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસની હાજરીમાં લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે મારામારી થતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતો. આ હિંસક જૂથ અથડામણના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખેલૈયાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મામલે હવે સાંતેજ પોલીસને સરદારજી સિકયુરિટી બાઉન્સરો સામે ગુનો નોંધ્યો છે. સવારે આ ઘટનાના વાઇરલ વીડિયો અને ઘર્ષણનું સાચુ કારણ, પોલીસ કાર્યવાહી અંગે સાંતેજ પોલીસ સ્ટેશનના PI સુરેશ ચૌધરીનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. ગાંધીનગરના રાંચરડા ગામના રહેવાસી અને વ્યવસાયે કાફે ચલાવતા મૌલિક રશ્મિજી ઠાકોર તેમના નાના ભાઈ તુષાર તથા ગામના મિત્રો સાથે નાસ્મેદ ગામની સીમમાં આયોજિત મંડલી ગરબા જોવા ગયા હતા. ગેટ પર મોબાઈલમાંથી પાસ સ્કેનિંગ કરાવતી વખતે તૈનાત એક સરદારજી બાઉન્સરે સાથે ઉભેલા મિત્ર હિરેન પટેલને ઉતાવળ કરવા બાબતે ટકોર કરી હતી. બાઉન્સર ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો આથી હિરેને પોતાના મિત્રનો પાસ સ્કેન થઈ જાય બાદમાં સાથે જવાનું કહેતાં બાઉન્સર ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો. ત્યારે મામલો શાંત પાડવા વચ્ચે પડેલા મૌલિક અને તેના ભાઈ પર પણ બાઉન્સર વરસી પડ્યો હતો.આ સામાન્ય બોલાચાલી બાદ ગેટ પર હાજર અન્ય 10 જેટલા સરદારજી બાઉન્સરો કમરે બાંધેલી તલવારો, લાકડીઓ અને લોખંડની સાંકળો સાથે ધસી આવ્યા હતા. જોતજોતામાં આ વિવાદ હિંસક મારામારીમાં ફેરવાઈ ગયો હતો. બહાર લગાવેલા બેરિકેડિંગમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. મામલો એટલી હદે બિચક્યો હતો કે, સિક્યુરિટી ગાર્ડ્સ લાકડીઓ અને ખુલ્લી તલવારો લઈને રસ્તા પર આવી ગયા હતા અને સામસામે હુમલા શરૂ કરી દીધા હતા. આ દરમિયાન એક બાઉન્સરે મૌલિક પર તલવારનો ઘા કરવાનો પ્રયાસ કરતાં મૌલિક નીચે નમી જતાં તલવારની મુઠ તેના માથામાં વાગી હતી.જેનાથી તે લોહીલુહાણ થયો હતો. આ ઉપરાંત વચ્ચે પડેલા તેના મિત્રો લાલજી ઠાકોર, અનિલ ઠાકોર, વિવેક ઠાકોર, મેહુલ ઠાકોર અને રમેશજી ઠાકોર પર પણ તલવારોની મુઠો, મ્યાનો અને સાંકળો વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી બાઉન્સરોએ આંતક મચાવી દીધો હતો. જેના લીધે મંડળી ગરબામાં ખેલૈયાઓમાં નાસભાગની સાથે ભયનો માહોલ છવાઈ ગયો હતો. ત્રણ તસવીરોમાં જુઓ ઘટનાક્રમ મારામારીથી અન્ય ખેલૈયામાં દોડધામ મચી 'મંડળી' ગરબામાં મોંઘા ભાવના પાસ લઈને પરિવાર અને મિત્રો સાથે ગરબે રમવા આવેલા હજારો ખેલૈયામાં આ બબાલને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે ખુલ્લી તલવારો લહેરાતી જોઈને મહિલાઓ અને યુવતીઓ ગભરાઈ ગઈ હતી. થોડા સમય માટે માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો. જોકે આ લોહિયાળ ઘટનાએ આયોજકો અને સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. મોંઘી ટિકિટો વેચીને પ્રીમિયમ ગરબાનો દાવો કરતા આયોજકોએ ગરબાના સ્થળે ઘાતક હથિયારો સાથે સજ્જ બાઉન્સરોને તૈનાત રાખવાની છૂટ કેમ આપી? બીજી તરફ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડવાને બદલે હથિયારધારી ગુંડાઓ જેવા બાઉન્સરો તૈનાત રાખીને ખેલૈયાઓના જીવ જોખમમાં મુકાયા હોવા છતાં સ્થાનિક પોલીસે અગાઉથી આ હથિયારો જમા લેવાની કે ચેકિંગ કરવાની તસ્દી કેમ ન લીધી? પોલીસની આવી ઘોર બેદરકારી અને આયોજકોની બેજવાબદારીને કારણે જ યુવાન ખેલૈયાઓને હોસ્પિટલ ભેગા થવાનો અને અન્ય મુલાકાતીઓને ભયના ઓથાર હેઠળ રહેવાનો વારો આવ્યો હોવાનો રોષ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    शोले का वो एक्टर जिसने 10वीं में ही कर लिया था एक्टर बनने का फैसला, हर शुक्रवार जाता था पुणे से मुंबई, फिर एक रोल ने बदल दी किस्मत
    Next Article
    રાધે ટેનામેન્ટમાં પાણી માટે મહિલાઓનો મહાનગરપાલિકાએ હલાબોલ:બે વર્ષથી સમસ્યા યથાવત્, ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment