Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં પુરવઠા સમિતિની બેઠક મળી:રેશન દુકાનદારોને કડક સૂચના, ગેરરીતિ કરનારા સામે પગલાં લેવાશે

    9 hours ago

    વલસાડ કલેક્ટરાલયમાં કલેક્ટર નિતિન સાંગવાનની અધ્યક્ષતામાં જિલ્લા પુરવઠા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં બંધ રેશન દુકાનો ફરી શરૂ કરવા, અનાજની ફાળવણી અને ગ્રાહકોને યોગ્ય રસીદ આપવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન પટેલ અને ધારાસભ્યો રમણલાલ પાટકર, જીતુભાઈ ચૌધરી, ભરતભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ હાજર રહ્યા હતા. નવા વિસ્તારોમાં રેશન દુકાનો માટે મળેલી અરજીઓ નિયમ મુજબ મંજૂર કરવાનો નિર્ણય લેવાયો. બાજરીનો ઓછો વપરાશ થતો હોવાથી તેના બદલે બીજું અનાજ ફાળવવા અંગે પણ વાત થઈ. ગ્રાહકોને અનાજની વિગતવાર રસીદ આપવાને બદલે કોરા કાગળ પર વિગતો આપવાની ફરિયાદ મળી હતી. આથી કલેક્ટરે આવી ગેરરીતિ કરનારા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપ્યો. બેઠકનું સંચાલન જિલ્લા પુરવઠા અધિકારી કૌશિક જાદવે કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    CID ફેમ અભય શુક્લાએ પાર્ટી પ્લોટ ગરબાના વિરોધમાં:કહ્યું-પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમારા 9 દિવસ બગડે છે, મેં પાર્ટી પ્લોટના ગરબામાં ન જવાની પ્રતિજ્ઞા લીધી, જૂનાગઢમાં નિવેદન
    Next Article
    વલસાડમાં ફૂડ વિભાગે દશેરા પૂર્વે ફાફડા-જલેબીના 36 નમૂના લીધા:દુકાનદારોને સ્વચ્છતા જાળવવા કડક સૂચના, દિવાળીમાં પણ ઓચિંતી તપાસ ચાલુ રહેશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment