Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    CID ફેમ અભય શુક્લાએ પાર્ટી પ્લોટ ગરબાના વિરોધમાં:કહ્યું-પાકિસ્તાનથી ફોન આવ્યો કે તમારા 9 દિવસ બગડે છે, મેં પાર્ટી પ્લોટના ગરબામાં ન જવાની પ્રતિજ્ઞા લીધી, જૂનાગઢમાં નિવેદન

    10 hours ago

    જૂનાગઢમાં દેવ વાળી ખાતે વણિક સમાજ દ્વારા આયોજિત પ્રાચીન ગરબા મહોત્સવ અને 'શક્તિ સ્પંદન 2026'માં પ્રખ્યાત ‘સીઆઈડી’ સિરીયલના અભિનેતા અભય શુક્લાએ ખાસ મહેમાન તરીકે હાજરી આપી હતી. તેણે પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબાનો વિરોધ કરી કહ્યું હતું કે, ત્યાં ફક્ત ગરબાના નામે બિઝનેસ ચાલે છે. એટલું જ નહીં એક્ટરે પાકિસ્તાનથી આવેલા એક એવા ફોન વિશે પણ વાત કરી જેમાં પરંપરાની દ્રષ્ટિએ રોજાની ઉજવણીને ગરબાની ઉજવણી કરતાં ચડિયાતી ગણવામાં આવી. એટલું જ નહીં, એક્ટરે પાર્ટી પ્લોટમાં ક્યારેય ગરબા રમવા નહીં જવાની પ્રતિજ્ઞા પણ લીધી. કિશનભાઈ ચોકસી અને સોની પરિવાર દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં બાળાઓ સાથે ગરબા રમીને તેમણે નવરાત્રી અને આધુનિક સંસ્કૃતિ વિશે મહત્વનું નિવેદન આપ્યું હતું. પાકિસ્તાનથી આવેલા કોલનો સંદર્ભ આપી પ્રાચીન ગરબાનું મહત્ત્વ સમજાવ્યું એક્ટેર અહીં એક નિવેદમાં જણાવ્યું કે, ‘પાકિસ્તાનથી આદિલ નામના યુવકનો ફોન આવ્યો હતો, જેણે પોતાના એક મહિનાના રોઝાની પરંપરાગત ઉજવણીની સરખામણી કરતાં જણાવ્યું હતું કે નવરાત્રીના નવ દિવસ દરમિયાન પાર્ટી પ્લોટોમાં અનેક ખોટા કામો થાય છે અને લોકોના દિવસો બગડે છે, જે સાંભળીને દિલ દ્રવી ગયું હતું અને હું તેનો કોઈ જવાબ આપી શક્યો ન હતો. આ જ કારણોસર મેં પાર્ટી પ્લોટનો સખત વિરોધ કરીને ત્યાં ન જવાની પ્રતિજ્ઞા લીધી છે, કારણ કે પાર્ટી પ્લોટોમાં ગરબાના બદલે માતાજીના નામે માત્ર બિઝનેસ ચાલે છે અને અજાણ્યા લોકો વચ્ચે ઝઘડા તથા સિક્યુરિટીના પ્રશ્નો ઊભા થાય છે. ખરેખર ગરબા રમવા હોય તો પરિવાર અને પોતાના લોકો સાથે રમીને એકબીજાને ઓળખવા જોઈએ, જ્યાં કોઈ ટિકિટ કે સુરક્ષાની ચિંતા વિના સવાર સુધી નિરાંતે ગરબા રમી શકાય છે.’ 'પાર્ટી પ્લોટના ગરબાનું નામ બદલીને માત્ર 'પાર્ટી' કરી દેવું જોઈએ' સંસ્કૃતિ ટકાવી રાખવા માટે અભય શુક્લાએ વહીવટીતંત્રને આગ્રહ કર્યો હતો કે પાર્ટી પ્લોટના ગરબાનું નામ બદલીને માત્ર 'પાર્ટી' કરી દેવું જોઈએ. વાસ્તવિક સંસ્કૃતિને જીવંત રાખવા માટે દરેક સોસાયટીઓમાં રહીશોએ સાથે મળીને પ્રાચીન ગરબાનું આયોજન કરવું અનિવાર્ય છે. જૂનાગઢની પવિત્ર ધરતી પર વણિક સમાજ દ્વારા યોજાયેલા પ્રાચીન ગરબાના આયોજનને તેણે ખૂબ બિરદાવ્યું હતું અને પોતાના લોકોની વચ્ચે જ ગરબા રમવાનો આગ્રહ રાખ્યો હતો. ડ્રેસિંગ સેન્સમાં ફેરફાર અને સુરક્ષા મુદ્દે માતા-બહેનોને અપીલ માતાઓ અને બહેનોને વિનંતી કરતા એક્ટેર જણાવ્યું કે દીકરીઓ જ્યારે પાર્ટી પ્લોટમાં આધુનિક ડ્રેસ પહેરીને જાય છે ત્યારે તેના પર ધ્યાન આપવું જરૂરી છે. લોકો સનાતન ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ વિશે પ્રશ્નો પૂછતા હોવાથી ડ્રેસિંગ સેન્સમાં યોગ્ય બદલાવ આવવો જોઈએ. એક્ટરે જણાવ્યું કે પોતાની જગ્યા અને ઓળખીતા લોકો વચ્ચે ગરબા રમવાથી જ સાચો ભક્તિભાવ જળવાઈ રહે છે અને માતાજીના પવિત્ર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગુજરાતમાં ડીજે અને અયોગ્ય ડ્રેસ પર પ્રતિબંધની માંગ ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે લગાવેલા પ્રતિબંધોનું ઉદાહરણ આપતાં એક્ટરે માંગ કરી હતી કે ગુજરાતમાં પણ પાર્ટી પ્લોટમાં ગરબા દરમિયાન પહેરાતા અયોગ્ય ડ્રેસ અને ડીજે પર કડક પ્રતિબંધ લાગવો જોઈએ. આનાથી મહિલાઓની સુરક્ષા જળવાઈ રહેશે અને સનાતન સંસ્કૃતિનું રક્ષણ થશે. તેમણે તમામ સમાજને એક થઈને પ્રાચીન ગરબા પરંપરા જાળવી રાખવા અને સાચા ભાવથી નવરાત્રી પર્વની ઉજવણી કરવા આહ્વાન કર્યું હતું.
    Click here to Read More
    Previous Article
    જિયોનું ₹8,110 કરોડનું એન્કર બુક 30 ગણું સબ્સ્ક્રાઇબ થયું:₹2.5 લાખ કરોડની બોલીઓ લાગી, બ્લેકરોક અને SBI મ્યુચ્યુઅલ ફંડ જેવા મોટા રોકાણકારો સામેલ
    Next Article
    વલસાડમાં પુરવઠા સમિતિની બેઠક મળી:રેશન દુકાનદારોને કડક સૂચના, ગેરરીતિ કરનારા સામે પગલાં લેવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment