Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રી અને દશેરા પર્વે ભાવનગર મનપા દ્વારા વિવિધ સ્થળે ચેકિંગ:ખાણી-પીણીની દુકાનોમાંથી જલેબીના સેમ્પલ લેવાની વિશેષ ડ્રાઇવ શરૂ કરાઈ

    1 day ago

    નવરાત્રી અને આગામી દશેરાના તહેવારો દરમિયાન લોકોને શુદ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તે માટે ભાવનગર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા શહેરભરમાં ખાણી-પીણીની દુકાનો પર સઘન સર્વેલન્સ અને સેમ્પલિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. તહેવારોમાં ખાસ કરીને જલેબીના મોટા પાયે થતા વેચાણને ધ્યાનમાં રાખીને આજે શહેરના વિવિધ વિસ્તારોમાંથી જલેબીના સેમ્પલ લેવાની વિશેષ ડ્રાઇવ શરૂ કરાઈ છે. ખાણી-પીણીની દુકાનો અને સ્વીટ્સ માર્ટ્સ પર તપાસ આ અંગે માહિતી આપતા ફૂડ સેફ્ટી ઓફિસર દેવાંગ જોશીએ જણાવ્યું હતું કે, એક જ સમયે શહેરના અલગ-અલગ વિસ્તારો આવરી શકાય તે હેતુથી વ્યાપક સ્તરે સર્વેલન્સ સેમ્પલિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે સવારથી શરૂ થયેલી આ ઝુંબેશ કાળાનાળા વિસ્તારથી પ્રારંભ કરી, નિલમબાગ સર્કલ થઈને આર.ટી.ઓ. રોડ સુધીના માર્ગ પર આવેલી ખાણી-પીણીની દુકાનો અને સ્વીટ્સ માર્ટ્સ પર ચલાવવામાં આવી રહી છે, તદુપરાંત, અન્ય વિસ્તારોને આવરી લેવા માટે એક અલગથી ખાસ ટીમ કાર્યરત કરવામાં આવશે, જે શહેરના બાકીના વિસ્તારોમાં ચેકિંગ અને સેમ્પલિંગની કામગીરી આગળ ધપાવશે. ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓમાં ફફડાટ આરોગ્ય વિભાગની આ કાર્યવાહીથી અશુદ્ધ કે ભેળસેળયુક્ત ખાદ્યપદાર્થો વેચતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. મનપા તંત્ર દ્વારા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે, પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કાયદેસરના કડક પગલાં લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    લાલપુરમાં આંગણવાડી બહેનોને નવરાત્રીની ભેટ અપાઈ:સાંસદ પૂનમબેન માડમની પ્રેરણાથી ભાજપના નેતાઓએ પ્રોત્સાહિત કરી
    Next Article
    રાજકોટમાં PI, PSI, ASI સામે ગુનો નોંધવા સામે સ્ટે:દુષ્કર્મ કેસમાં FIR નોંધાઈ તો આરોપીએ ખોટી ફરિયાદ દાખલ થયાનો આક્ષેપ કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment