Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં PI, PSI, ASI સામે ગુનો નોંધવા સામે સ્ટે:દુષ્કર્મ કેસમાં FIR નોંધાઈ તો આરોપીએ ખોટી ફરિયાદ દાખલ થયાનો આક્ષેપ કર્યો

    1 day ago

    રાજકોટમાં દુષ્કર્મના કેસમાં ભક્તિનગર પોલીસ સ્ટેશનના પી.આઈ., પી.એસ.આઈ. અને એ.એસ.આઈ. સામે ગુનો નોંધવાના નીચલી અદાલતના હુકમ પર રાજકોટની એડિશનલ સેશન્સ કોર્ટે સ્ટે ફરમાવ્યો છે. પોલીસ અધિકારીઓ વતી એડવોકેટ સુરેશ ફળદુ સહિતની ટીમે રિવિઝન અરજી કરી હુકમને પડકાર્યો હતો. મળતી માહિતી મુજબ, ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 5 મે, 2026ના રોજ કેયુર જયેશભાઈ જોષી વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. તપાસ પૂર્ણ થયા બાદ પોલીસે આરોપી વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. ત્યારબાદ આરોપીએ પોતે ફરિયાદી બની દુષ્કર્મનો આરોપ મૂકનાર યુવતી, તેની મિત્ર તથા પોલીસના ત્રણ અધિકારીઓ વિરુદ્ધ ખોટી ફરિયાદ, ધરપકડ અને ચાર્જશીટ કર્યાનો આક્ષેપ કરીને અરજી કરી હતી. આ અરજીના આધારે નીચલી અદાલતે 19 સપ્ટેમ્બર, 2026ના રોજ સંબંધિત પોલીસ અધિકારીઓ સહિતના લોકો સામે ગુનો નોંધવાનો હુકમ કર્યો હતો. આ હુકમને પી.આઈ. જયદીપસિંહ પરમાર, પી.એસ.આઈ. ચેતના અજોડિયા અને એ.એસ.આઈ. નિલેશ મકવાણાએ રિવિઝન અરજી મારફતે સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો. પોલીસ અધિકારીઓ તરફે રજૂઆત કરવામાં આવી હતી કે અરજીમાં કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું ન હતું તેમજ તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ રજૂ થયા બાદ આક્ષેપો કરવામાં આવ્યા હતા. નીચલી અદાલતના હુકમ સામે તાત્કાલિક સ્ટે આપવાની માગણી પણ કરવામાં આવી હતી.અરજી સાથે રજૂ કરાયેલા દસ્તાવેજો અને વકીલોની દલીલોને ધ્યાને લઈ સેશન્સ કોર્ટે હાલના તબક્કે નીચલી અદાલતના હુકમ પર સ્ટે આપ્યો છે. જોકે આ હુકમથી રિવિઝન અરજીના અંતિમ ગુણદોષ અંગે નિર્ણય લેવાયો નથી.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રી અને દશેરા પર્વે ભાવનગર મનપા દ્વારા વિવિધ સ્થળે ચેકિંગ:ખાણી-પીણીની દુકાનોમાંથી જલેબીના સેમ્પલ લેવાની વિશેષ ડ્રાઇવ શરૂ કરાઈ
    Next Article
    આરોપીએ પોલીસની હાજરીમાં જ ગરબાનો ડુપ્લીકેટ પાસ બનાવી દીધો, VIDEO:AIથી 'સફેદ પરિંદે', 'રંગ મોરલા' સહિત 20 ગરબાના 600થી વધુ પાસ બનાવી વેચી માર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment