Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આરોપીએ પોલીસની હાજરીમાં જ ગરબાનો ડુપ્લીકેટ પાસ બનાવી દીધો, VIDEO:AIથી 'સફેદ પરિંદે', 'રંગ મોરલા' સહિત 20 ગરબાના 600થી વધુ પાસ બનાવી વેચી માર્યા

    1 day ago

    રાજસ્થાનના બે ગઠિયાઓએ AIની મદદથી અમદાવાદના નામાંકિત ગરબાઓના ડુપ્લીકેટ પાસ બનાવી લાખો રૂપિયામાં વેચી માર્યાનું સામે આવ્યું. શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અને સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાયા બાદ સમગ્ર મામલો બહાર આવ્યો. વીર રાજપૂત નામના ઈન્સ્ટાગ્રામ આઈડી પરથી સસ્તામાં પાસ ખરીદી રૂપિયા ગુમાવ્યાની ફરિયાદ બાદ પોલીસની તપાસ રાજસ્થાન સુધી પહોંચી. રાજસ્થાનથી બે શખસોની ધરપકડ કરી તપાસ કરતા અમદાવાદના 20થી વધુ નામાંકિત ગરબાઓના 600થી વધુ ડુપ્લીકેટ પાસ બનાવી 8 લાખની કમાણી કરી લીધાનું સામે આવ્યું. આરોપીએ પોલીસની હાજરીમાં જ ગણતરીની મિનિટોમાં ચેટજીપીટીની મદદથી ડુપ્લીકેટ પાસ બનાવી આપ્યો. ઈન્સ્ટાગ્રામ પરથી સસ્તામાં પાસ લેનારા અનેક પસ્તાયા રાજસ્થાનના વીર રાજપૂત નામના શખસે નવરાત્રિ પહેલા જ વીર રાજપૂત નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી અમદાવાદના અલગ અલગ નામાંકિત ગરબાઓના પાસ ડીસ્કાઉન્ટ સાથે આપવાની જાહેરાતો શરૂ કરી દીધી હતી. અમદાવાદના ખેલૈયાઓને ટાર્ગેટ કરવા માટે આરોપીએ મેટા એડની પણ મદદ લીધી હતી. ખેલૈયાઓએ પણ સસ્તામાં પાસ મળતા હોય હોંશે હોંશે ખરીદી લીધા હતા. જો કે, જ્યારે પાસ લઈ ગરબા સ્થળ પર પહોંચ્યા ત્યારે ખબર પડી કે પાસ તો ડુપ્લીકેટ છે. જેના કારણે નિરાશ થઈ ગરબા રમ્યા વગર જ પરત જવા મજબૂર બન્યા હતા. ખેલૈયાઓની ફરિયાદ બાદ સાયબર ક્રાઈમની ટીમ એકશનમાં આવી અમદાવાદના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં અને સાયબર ક્રાઈમને મળેલી ફરિયાદો બાદ પોલીસે તપાસ કરતા નકલી પાસનું કનેકશન રાજસ્થાન સુધી લંબાયું. પોલીસે વીર રાજપૂત અને તેના મિત્ર કિશન રાઠોડની ધરપકડ કરી. ઈવેમેન્ટ મેનેજમેન્ટ કંપનીમાં નોકરી સમયે નકલી પાસ બનાવતા શીખ્યો આરોપીની પૂછપરછ દરમિયાન સામે આવ્યું કે, આરોપી અગાઉ પિંક બટરફ્લાય નામના ગરબા માટે કરતો હતો,ત્યાં તેણે 35,000નું ફ્રોડ કર્યું હતું.પરંતુ બાદમાં પૈસા આપી દેતા તેની સામે ફરિયાદ નોંધાવી ન હતી.આરોપીએ આ ઇવેન્ટ કંપનીમાં કામ દરમિયાન નકલી પાસ બનાવતા શીખી લીધું હતું.નવરાત્રિ પહેલા જ વીર રાજપૂત રાજસ્થાન પહોંચી ગયો હતો અને નકલી પાસ બનાવવાની શરૂઆત કરી દીધી હતી. આરોપીની મોડસ ઓપરેન્ડી વીર રાજપૂત અમદાવાદમાં આયોજીત થતા અલગ અલગ નામાંકિત ગરબાની ઓરિજિનલ સાઈટ પર જતો અને ત્યાંથી જે લાઈવ તસવીર લાગે તે કોપી કરી લેતો. ત્યારબાદ ચેટજીપીટીની મદદથી તેના પર ક્યુઆર કોડ મૂકી પાસ તૈયાર કરતો. પાસ ખરીદનારને શંકા ન પડે તે માટે જે તે ઈવેન્ટના નામને મેચ થતું જ નકલી ઈમેઈલ આઈડી બનાવી લખી નાખતો. નકલી પાસ બનાવ્યા બાદ અમદાવાદની ઓડિયન્સને ટાર્ગેટ કરવા માટે મેટા એડની મદદ મેળવતો. ખેલૈયાઓને 50 ટકા સુધીના ડિસ્કાઉન્ટની ઓફર કરી પાસ વેચી નાખતો. વીર રાજપૂતે પોલીસની હાજરીમાં જ ચેટજીપીની મદદથી પોલીસની હાજરીમાં જ પાસ બનાવી દીધો હતો. આરોપીએ આ ગરબાઓના નકલી પાસ બનાવી વેચી નાખ્યા આરોપીએ 640 જેટલા નકલી પાસ બનાવીને વેચ્યા હતા.જેમાં આફ્ટર 11.59,મંડપમ ચોકના ગરબા,ઓફ બીટ,વનરાત્રિ,રંગ મોરલો,રાતલડી,એમ્સ રાત્રી, ઇનર સર્કલ,પંચમના ગરબા,અનંત એક્સપિરિયન્સ અને સફેદ પરિંદે સહિત અલગ અલગ ગરબાના નકલી પાસ બનાવીને વેચ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં PI, PSI, ASI સામે ગુનો નોંધવા સામે સ્ટે:દુષ્કર્મ કેસમાં FIR નોંધાઈ તો આરોપીએ ખોટી ફરિયાદ દાખલ થયાનો આક્ષેપ કર્યો
    Next Article
    Iran's New Defence Minister Has 42 Years Of Experience, Is A Missiles Expert

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment