Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાટુ શ્યામ દર્શને જતા પોલીસકર્મી પર ટોળાનો જીવલેણ હુમલો:સુરતના ગોડાદરામાં પત્ની-બાળકોની નજર સામે માર મારી માથું ફોડી નાખ્યું, વાહન સાઈડમાં લેવા બાબતે બબાલ

    13 hours ago

    સુરતના ગોડાદરા વિસ્તારમાં નવરાત્રિના માહોલ વચ્ચે પોલીસકર્મી પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. રાંદેર પોલીસ મથકની PCR વાનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ આઝાદ સૂર્યભાન સિંહ પર 15થી 20 જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો. ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા જવા માટે પરિવાર સાથે નીકળેલા પોલીસકર્મીને સામાન્ય વાહન સાઈડમાં લેવા અને હોર્ન વગાડવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાયેલા શખ્સોએ તેમની પત્ની અને બે બાળકોની નજર સામે જ તેમને રસ્તા પર પટકી ઢોરમાર માર્યો હતો. હુમલામાં તેમના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ થઈ ગયા હતા. ખાટુ શ્યામ દર્શને જવા રિક્ષા બુક કરી ત્યારે હોર્ન વગાડવા મામલે શરૂ થયો વિવાદ સમગ્ર બનાવ અંગે ઈજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ આઝાદસિંહે જણાવ્યું કે, "રાત્રે 8 વાગ્યાના અરસામાં હું મારી પત્ની, 2 બાળકો અને મારા નાના ભાઈના પરિવાર સાથે ખાટુ શ્યામ મંદિરે દર્શન કરવા જવાનો હતો. જેના માટે મેં ભારત ટેક્સી એપ્લિકેશન પરથી રિક્ષા બુક કરાવી હતી, જે સોસાયટીના ગેટ પાસે આવીને ઊભી હતી. અમારો પરિવાર રિક્ષામાં બેસી રહ્યો હતો અને માત્ર 1 મિનિટનો સમય થવાનો હતો, એટલામાં માનસરોવર પાસે ચાઈનીઝની દુકાન ચલાવતો એક યુવક બાઇક લઈને આવ્યો અને જોરજોરથી હોર્ન મારવા લાગ્યો. મેં હાથનો ઈશારો કરીને તેને કહ્યું કે '2 મિનિટમાં નીકળીએ છીએ, બાળકો બેસી રહ્યા છે.' છતાં તેણે ફરીથી હોર્ન માર્યો અને ગાળાગાળી કરવા લાગ્યો હતો." ઉશ્કેરાયેલા ટોળાએ પત્ની સામે રસ્તા પર ઢસડીને માર માર્યો પોલીસકર્મીએ વધુમાં ઉમેર્યું કે, "તે યુવક મને ઓળખતો હતો અને બોલ્યો કે 'ખબર જ છે તો પોલીસવાળો છે, નીકળ અહીંથી.' બાજુમાં લારી પાસે જગ્યા હોવાથી તે સરળતાથી નીકળી શકે તેમ હતો, છતાં તેણે ગાળાગાળી ચાલુ રાખીને કહ્યું કે 'તું પોલીસ છે તો તારી દાદાગીરી અને ગરમી બધી કાઢી નાખીશ.' ત્યારબાદ તેણે બાઇક આગળ લઈ જઈ રેસ કરીને બિભત્સ ગાળો આપતાં હું કારણ પૂછવા તેની પાસે ગયો." દરમિયાન નજીકમાં જ નવરાત્રિ ગરબાનું આયોજન હોવાથી ત્યાં હાજર સ્થાનિક અસામાજિક તત્ત્વો અને 15થી 20 લોકોનું ટોળું દોડી આવ્યું હતું. ટોળાએ કાયદાનો સહેજ પણ ખૌફ રાખ્યા વિના આઝાદસિંહને ઘેરી લઈ પત્ની અને બાળકોની સામે જ રસ્તા પર પટકીને ઢોરમાર મારવાનું શરૂ કરી દીધું હતું. બે શખ્સોએ ફાયરિંગ કરી પતાવી દેવાની ધમકી આપી હુમલામાં સંડોવાયેલા સ્થાનિક માથાભારે શખ્સો અંગે આક્ષેપ કરતાં આઝાદસિંહે જણાવ્યું કે, "ચાઇનીઝની લારી ચલાવતો અને હપ્તાવસૂલી કરતો જીતુ યાદવ, શિવમ દુબે, રાહુલ દુબે અને મંડપના કેટલાક છોકરાઓએ એકસંપ થઈને મારા પર હુમલો કર્યો હતો. આ દરમિયાન રાહુલ દુબે નામના શખ્સે ખુલ્લેઆમ ધમકી આપતાં કહ્યું કે 'આ કોણ પોલીસવાળો છે? એને તો હું ફાયરિંગ કરીને પતાવી નાખીશ!' જ્યારે જીતુ યાદવે હિન્દીમાં ધમકી આપી કે 'તને બહુ સમજાવી લીધો, અબ તો તેરે કો પૂરા હી કર દૂંગા, તૂ નહીં જાનતા મેરે કો મેં કૌન હૂં.' આ અસામાજિક તત્ત્વો સામાન્ય નાગરિકો તો ઠીક, પોલીસકર્મીઓ સામે પણ ખુલ્લી દાદાગીરી કરી રહ્યા છે." બચાવ માટે મહિલાને ઢાલ બનાવી વીડિયો વાયરલ કરી સસ્પેન્ડ કરાવવાનું ષડયંત્ર હુમલાખોરોએ કેસમાંથી બચવા માટે રચેલા પેંતરાનો પર્દાફાશ કરતાં પોલીસ જવાન આઝાદસિંહે જણાવ્યું કે, “ટોળાએ મને માથામાં ગંભીર માર મારતાં લોહી વહેવા લાગ્યું હતું. હવે હું પોલીસ ફરિયાદ ન કરું તે માટે આ લોકોએ એક મહિલાને આગળ કરી ઢાલ બનાવી દીધી હતી. એ મહિલા પાસે પણ મને ગાળો અપાવી અને એવો ખોટો પ્રચાર શરૂ કર્યો કે આ પોલીસવાળો સ્ત્રીને ગાળો આપે છે. હુમલાખોરો બૂમો પાડતા હતા કે 'આનો વિડીયો બનાવી વાયરલ કરો, આની વર્દી ઉતારી નાખવી છે.' તેઓ મારા પર દબાણ લાવી રહ્યા છે કે જો હું ફરિયાદ કરીશ તો મહિલા સાથે છેડતી અને ગાળાગાળીનો ખોટો વિડીયો વાયરલ કરી મને સસ્પેન્ડ કે ડિસમિસ કરાવી દેશે.” સોસાયટીના રહીશો દોડી આવ્યા, લોહીલુહાણ જવાનને સારવાર અર્થે ખસેડાયો સોસાયટીના ગેટ પાસે સર્જાયેલા આ હિંસક હોબાળાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને તણાવપૂર્ણ માહોલ સર્જાયો હતો. પોલીસકર્મીને લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકાયેલા જોઈને સોસાયટીના રહીશો તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ હુમલાખોરોના ચુંગાલમાંથી આઝાદસિંહને છોડાવ્યા હતા. માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી લોહી વહેતી હાલતમાં તેમને તાત્કાલિક ગોડાદરા પોલીસ મથકે લઈ જવાયા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગોડાદરા પોલીસે મોડી રાત્રે ગુનો નોંધ્યો પોલીસ જવાન પર થયેલા ઘાતકી હુમલાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જોકે, ગરબા મહોત્સવના આયોજન સાથે સ્થાનિક રાજકીય આગેવાનોના મળતિયાઓ સંકળાયેલા હોવાથી પ્રાથમિક તબક્કે સ્થાનિક ગોડાદરા પોલીસ દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં ઢીલી નીતિ દાખવવામાં આવી રહી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. ખાખી પર જ થયેલા હુમલામાં ફરિયાદ નોંધવામાં થયેલી આનાકાનીને પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે રોષ અને ગણગણાટ ફેલાયો હતો. આખરે ઉચ્ચ પોલીસ અધિકારીઓની દરમિયાનગીરી બાદ મોડી રાત્રે ગોડાદરા પોલીસે હુમલાખોરો સામે વિધિવત ગુનો નોંધી કાયદેસરની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં દિવાળી પર ફટાકડાનું વેચાણ માત્ર એક જ જગ્યાએ:નાયબ કલેક્ટરે જાહેરનામું બહાર પાડી અન્ય સ્થળોએ પ્રતિબંધ મૂક્યો; BNS હેઠળ કાર્યવાહી થશે
    Next Article
    આઠમ-નવમીએ બન્ને મંદિરે ભક્તોનું ઘોડાપૂર:450 વર્ષ જૂના કોટ વિસ્તારના મંદિરે શિવાજી મહારાજે આશીર્વાદ લીધા હતા, 312 વર્ષ જૂનું મહાકાળી મંદિર 18 ભુજાવાળી પ્રતિમાનું રહસ્ય

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment