Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આઠમ-નવમીએ બન્ને મંદિરે ભક્તોનું ઘોડાપૂર:450 વર્ષ જૂના કોટ વિસ્તારના મંદિરે શિવાજી મહારાજે આશીર્વાદ લીધા હતા, 312 વર્ષ જૂનું મહાકાળી મંદિર 18 ભુજાવાળી પ્રતિમાનું રહસ્ય

    12 hours ago

    પવિત્ર આસો નવરાત્રિના આજે આઠમ અને નવમીના પાવન અવસરે શહેરના બંને અતિ-પ્રાચીન તથા ઐતિહાસિક મંદિરોમાં વહેલી સવારથી જ ભાવિક ભક્તોનું જબરદસ્ત ઘોડાપૂર ઉમટી પડ્યું છે. કોટ વિસ્તારમાં આવેલું 450 વર્ષ જૂનું ઐતિહાસિક મંદિર તેમજ 312 વર્ષ જૂનું (વિક્રમ સંવત 1771ની સ્થાપના ધરાવતું) મહાકાળી મંદિર- આ બંને ઐતિહાસિક ધરોહરો પર માતાજીના શણગાર તથા અલૌકિક સ્વરૂપના દર્શન માટે ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. દૂર-સુદૂરથી આવેલા શ્રદ્ધાળુઓના જયઘોષથી સમગ્ર પરિસર ગૂંજી ઊઠ્યું છે અને નવરાત્રિનો માહોલ અત્યંત ભક્તિમય બની ગયો છે. 450 વર્ષ જૂના મંદિરમાં શિવાજી મહારાજે પણ લીધા હતા આશીર્વાદ મંદિરના પ્રતિનિધિએ જણાવ્યું કે, આપણા કોટ વિસ્તારમાં માતાજીનું પૌરાણિક જૂનું મંદિર છે. સાડા ચારસો વર્ષ જૂનું મંદિર છે. આપણા આજે આઠમ છે, આઠમના શણગારના દર્શન થશે. લોકોના ભાવિક ભક્તો ખૂબ ભીડ થશે, દર્શન કરવામાં ભાવિક ભક્તો લાભ લેશે, માતાજીના આશીર્વાદ માટે. ઇતિહાસ મુજબ વર્ષો પહેલાં ખુદ છત્રપતિ શિવાજી મહારાજે અહીં આવીને માતાજીના સાક્ષાત્ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. આગામી દશેરાના પર્વે અહીંથી ભવ્ય રથયાત્રા નીકળશે, જેમાં માતાજી નગરસેવા કરી ભક્તોના ઘરે જઈ સાક્ષાત્ દર્શન આપશે. 312 વર્ષ જૂનું મહાકાળી મંદિર, 18 ભુજાવાળી અદ્ભુત પ્રતિમાનું રહસ્ય બીજી તરફ, વિક્રમ સંવત 1771માં સ્થાપિત 312 વર્ષ જૂનું ઐતિહાસિક મહાકાળી મંદિર પોતાની અનોખી મૂર્તિ માટે સમગ્ર દેશમાં વિશિષ્ટ સ્થાન ધરાવે છે. મંદિરના પૂજારી ભાવિક ગૌતમભાઈ જોશીના જણાવ્યા મુજબ, તેમના દાદાને સ્વપ્નમાં જે સ્વરૂપે માતાજીએ દર્શન આપ્યા હતા, તે જ દિવ્ય સ્વરૂપની મૂર્તિ બનાવીને અહીં સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રતિમામાં માતાજીની 18 ભુજાઓ છે અને કાન પાસે નાગ વિદ્યમાન છે, જે સમગ્ર ભારતમાં અન્યત્ર ક્યાંય જોવા મળતું નથી. આ 18 ભુજાવાળા સ્વરૂપના દર્શન વર્ષમાં માત્ર 4 જ વખત- આસો આઠમ, ચૈત્ર આઠમ, મહાસુદ છઠ્ઠ (સાલગીરી) અને બેસતા વર્ષના દિવસે જ કરાવવામાં આવે છે. શાંત સ્વરૂપ, રૌદ્ર દર્શન અને લીંબુના હારની વિશેષ માનતા આ મંદિરમાં માતાજી વર્ષના 364 દિવસ શાંત અને સૌમ્ય સ્વરૂપમાં બિરાજે છે, જ્યારે વર્ષમાં માત્ર કાળી ચૌદસના 1 જ દિવસે માતાજીનું મહાદેવજી પર ચરણ, લાલ આંખો અને મુંડમાળા ધારણ કરેલું રૌદ્ર સ્વરૂપ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાય છે. અહીં ભક્તો દ્વારા મનોકામના પૂર્તિ માટે લીંબુના હાર ચઢાવવાની અતૂટ પરંપરા છે. પુજારી ભાવિક જોશીએ જણાવ્યું કે, અમારા મંદિરમાં અમારા માતાજીને લોકો લીંબુના હાર વિશેષ ચડાવે છે. માનવામાં એવું આવે છે કે અમારા માતાજી લીંબુના હારથી પ્રસન્ન થઈને લોકોની માનતા જે હોય છે, એ જલ્દી પૂર્ણ કરે છે. એટલે લોકો એકી સંખ્યામાં હાર ચડાવે છે, જે 108 સુધી હોય છે. તે માતાજીને લોકો અર્પણ કરે છે, જે કાળી ચૌદસના દિવસે વિશેષ ચઢાવવામાં આવે છે. નવચંડી હવન અને ભક્તોની અતૂટ આસ્થા, પાવગઢ જેવી અનુભૂતિ આઠમના પવિત્ર દિવસે મહાકાળી મંદિરે નવચંડી હવન, મહાઆરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવે છે. જે શ્રદ્ધાળુઓ સંજોગોવશાત્ પાવગઢ જઈ શકતા નથી, તેઓ અહીં આવીને પોતાની માનતા પૂરી કરે છે. દેશ-વિદેશથી આવતા ભક્તોમાં દર્શનનો ભારે ઉત્સાહ જોવા મળે છે. દર્શનાર્થે આવેલા ભક્ત હાર્દિકે પોતાની શ્રદ્ધા પ્રગટ કરતાં જણાવ્યું હતું કે, મારું નામ હાર્દિક છે અને હું અંબાજી મંદિર દર્શન કરવા આવું છું. આઠમ પર એવું કહીશ કે, આઠમ પર પણ જે કોઈ માતાજીના દર્શન કરવા આવે અને માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે છે અને જેની ઇચ્છા હોય છે તે પ્રમાણે, મારે તો ભગવાનની કૃપાથી બધાનું કલ્યાણ થવું જોઈએ. અમારું પણ થવું જોઈએ, એ માતાજીને પ્રાર્થના કરીએ છીએ. ભક્તિમય વાતાવરણ અને શ્રદ્ધાનું અખંડ કેન્દ્ર આ બંને ઐતિહાસિક મંદિરોમાં આઠમ અને નવમીના પર્વે વહીવટી તંત્ર અને સ્વયંસેવકો દ્વારા ભીડ નિયંત્રણ માટે સુવ્યવસ્થિત આયોજન કરાયું છે. ભક્તો શાંતિપૂર્ણ રીતે દર્શનનો લાભ લઈ શકે તે માટે બેરિકેડિંગ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે. આરતીના નાદ, ધૂપ-દીપની સુવાસ અને માતાજીના જયકારાથી વાતાવરણ અતિ પાવન બની ગયું છે. દશેરાની આગામી રથયાત્રા અને ઉત્સવોને લઈને ભક્તોમાં અનેરો થનગનાટ છે. માતાજી સમક્ષ શીશ ઝુકાવી સહુ કોઈ પોતાના પરિવાર તેમજ વિશ્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ખાટુ શ્યામ દર્શને જતા પોલીસકર્મી પર ટોળાનો જીવલેણ હુમલો:સુરતના ગોડાદરામાં પત્ની-બાળકોની નજર સામે માર મારી માથું ફોડી નાખ્યું, વાહન સાઈડમાં લેવા બાબતે બબાલ
    Next Article
    બહેરી-મુંગી સરકારને જગાડવા ખેડૂત આક્રોશ સભા:22 ઓક્ટોબરે મોરબીમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવા, વીજપોલનાં પ્રશ્નો ઉકેલવા અને સૌરાષ્ટ્રને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા સહિતની માંગ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment