Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નકલી નોટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો:22 વર્ષથી ફરાર હતો, એકના ત્રણ ગણાની લાલચ આપતો

    2 days ago

    ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા અને ટેકનિકલ તપાસના પરિણામે 22 વર્ષથી પોલીસને હાથતાળી આપીને નાસતા ફરતા એક આંતરરાજ્ય આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. ગાંધીનગર LCBની ટીમે મોરબીના માળિયા વિસ્તારમાં દરોડો પાડીને નકલી ચલણી નોટોના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપી મંગલારામ વરીગારામ બિસ્નોઈની ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. 22 વર્ષ પહેલા નકલી નોટનો ગુનો નોંધાયો હતો આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, આશરે 22 વર્ષ પહેલાં ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નકલી ચલણી નોટોનો એક ગંભીર ગુનો નોંધાયો હતો. આરોપીઓએ તે સમયે અસલી નોટોના બદલામાં એકના ત્રણ ગણી કરીને આપવાની લાલચ આપીને લોકો સાથે છેતરપિંડી આચરી હતી. આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ એકબીજાના સગા થતા હતા. ગુનો આચર્યા બાદ મંગલારામ પોતાના મૂળ વતન રાજસ્થાનના ઝાલોર જિલ્લાના જોગાઉ ગામ ખાતે ભાગી ગયો હતો અને ત્યારબાદ લાંબા સમયથી પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળે આશરો લઈને રહેતો હતો. ગુજરાત પોલીસ દ્વારા નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક આયુષ જૈનના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ કે.જે. રાઠોડ અને તેમની ટીમે આ આરોપીને પકડવા માટે વિશેષ આયોજન કર્યું હતું. પોલીસની ટીમે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આરોપીના સચોટ લોકેશન મેળવ્યા હતા. મોરબીના માળિયા વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાંચે દબોચ્યો આ દરમિયાન બાતમી મળી હતી કે, 22 વર્ષથી ફરાર આરોપી મંગલારામ હાલ મોરબીના માળિયા વિસ્તારમાં સમરાથલ ભાદુ હોટલ પાસે છુપાયેલો છે. આ માહિતી મળતા જ પોલીસની ટીમ તાત્કાલિક મોરબી પહોંચી હતી. ત્યાં પહોંચીને પોલીસે ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરી તેને ઝડપી પાડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    સુરત મનપા સ્ટેન્ડિંગ કમિટીએ પ્રજાના નાણાંનો બગાડ અટકાવ્યો:વરાછામાં નવી માર્કેટની દરખાસ્ત મુલતવી, મોંઘા રોપા ખરીદવાનું કામ દફતરે કરાયું
    Next Article
    છારોડીના એલીજીયમ કાફેમાંથી હુક્કાબાર ઝડપાયું:ગ્રાહકો દોઢ કલાકના 800 રૂપિયા ચૂકવતા, સંચાલક હર્ષદ પ્રજાપતિ અને કર્મચારી વિવેક શર્માની ધરપકડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment