Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હારીજમાં સગીરા પર ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું:ગર્ભવતી બનતા વાગોસણના આરોપીઓ સામે BNS, પોક્સો હેઠળ ફરિયાદ

    15 hours ago

    પાટણ જિલ્લાના હારીજ તાલુકાના એક ગામમાં એક સગીરા પર ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સગીરા ગર્ભવતી બનતા હારીજ પોલીસ મથકે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસ ફરિયાદ મુજબ, અશ્વિન જયંતિજી ઠાકોર, સુરેશજી સવધાનજી ઠાકોર અને પ્રહલાદજી સોમાજી ઠાકોર નામના ત્રણ શખ્સો સામે આરોપ છે. આશરે બે વર્ષ પહેલા સગીરા અશ્વિન જયંતિજી ઠાકોરના સંપર્કમાં આવી હતી. આરોપીએ મોબાઈલ ફોન પર વાતચીત શરૂ કરી અને આશરે દોઢ વર્ષ પહેલા તેની સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. આશરે દોઢ વર્ષ પહેલા સગીરા સુરેશજી સવધાનજી ઠાકોરના સંપર્કમાં આવી હતી. આરોપી સુરેશજીએ પણ સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ આશરે એક વર્ષ પહેલા સગીરા પ્રહલાદજી સોમાજી ઠાકોરના સંપર્કમાં આવી હતી. પ્રહલાદજીએ પણ સગીરા સાથે વાતચીત કરીને શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ શારીરિક સંબંધોના કારણે સગીરા આશરે આઠ માસ પૂર્વે ગર્ભવતી બની હતી. આ મામલો સામે આવતા હારીજ પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ-64(2)(એમ) તથા પોક્સો એક્ટ 2012 ની કલમ-5(એલ), 5(જે)(ii), 6, 11(4) અને 12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ઇસરા ગામે બંધ મકાનમાંથી તસ્કરોનો હાથફેરો:કેશોદના ઇસરા ગામે પરિવાર સગાના ઘરે ગયો ને તસ્કરો બંધ મકાનમાંથી દાગીના-રોકડા સહિત મોટી ચોરી કરી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી
    Next Article
    ભરૂચ પોલીસે દહેજ રોડ પર દારૂ ઝડપ્યો:બોલેરોનો પીછો કરી ₹6.35 લાખનો વિદેશી દારૂ જપ્ત, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment