Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર હાઈવે પર ત્રિપલ અકસ્માત, 3નાં મોત:રિક્ષા-કાર-બાઈક વચ્ચે જોરદાર ટક્કર; 2 મહિલા, 5 બાળક ઘાયલ, ભોળેશ્વર મહાદેવના દર્શન કરી પરત ફરતા કાળ ભેટ્યો

    9 hours ago

    જામનગર-લાલપુર હાઈવે પર ચેલા ગામ નજીક શ્રાવણી સોમવારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે સાતથી દસ જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. મળતી માહિતી મુજબ, ભોળેશ્વર મહાદેવના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની ઓટો રિક્ષા, સામેથી આવતી કાર અને એક બાઈક વચ્ચે આ અકસ્માત થયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે રિક્ષા અને બાઈકને ભારે નુકસાન થયું હતું. મૃતકોમાં રિક્ષાચાલક વૃદ્ધ અને નવીન પઠાણ (ઉંમર 20) નામના યુવકનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોમાં બે મહિલાઓ અને પાંચ બાળકોનો સમાવેશ થાય છે. ઘટના બનતાની સાથે જ સ્થાનિકો એકઠા થઈ ગયા હતા. તાત્કાલિક ચાર જેટલી 108 એમ્બ્યુલન્સ મારફતે તમામ ઈજાગ્રસ્તોને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્તો પૈકી એકની હાલત ગંભીર છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવસ્થા હળવી કરી અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    હાપુડમાં થાર પલટી, બે સગા ભાઈઓ સહિત 4ના મોત:છત તૂટીને અલગ થઈ, બદાયુંથી દિલ્હી જઈ રહ્યા હતા; ગંગા એક્સપ્રેસવે પર અકસ્માત
    Next Article
    Bhavnagar Spurious Liquor Investigation | ભાવનગર ઝેરી દારૂને લઈને તપાસનો ધમધમાટ | Gujarati Samachar

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment