Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શહેરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહન થશે:ભાવનગરમાં રાવણ દહન જવાહર મેદાન અને ચિત્રા યાર્ડ ખાતે તૈયારીઓ આખરી ઓપમાં

    19 hours ago

    અસત્ય પર સત્યના વિજય પર્વ સમા દશેરાએ ભાવનગર શહેરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં જવાહર મેદાન ખાતે સિંધી સમાજ અને ચિત્રા યાર્ડ ખાતે બજરંગ વિકાસ સમિતિના ઉપક્રમે બંને જગ્યાએ રાવણ દહન સાથે ભવ્ય આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેને લઈ રાવણ દહન તૈયારી પુર જોશમાં ચાલી રહી છે. આગામી તા.20/10 મંગળવારના રોજ સાંજે 6:30 કલાકે ભાવનગર-રાજકોટ રોડ પર આવેલા મહારાજા શ્રી કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ ચિત્રા ખાતે સતત 13મા વર્ષે આ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને પોતાના આંગણે જ પૌરાણિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા આ ઉત્સવનો લાભ મળે તેવા હેતુથી મંત્રી જીતુભાઈ વાઘાણીની પ્રેરણાથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ચિત્રા માર્કેટિંગ યાર્ડ ખાતે છેલ્લા 12 વર્ષથી યોજાઈ રહ્યો છે. જવાહર મેદાન ખાતે સિંધી સમાજ દ્વારા 45 વર્ષથી રાવણ દહન કરવામાં આવે છે જેમાં શહેરના પૂર્વ વિસ્તારમાં સિંધી સમાજ ભાવનગર પ્રેરિત નવરાત્રી દશેરા મહોત્સવ સમિતિ દ્વારા જવાહર મેદાન ખાતે 45 વર્ષથી રાવણ દહનની પરંપરા રહી છે. જે મુજબ આજે સાંજે રાવણ દહન કરવામાં આવશે, આ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા, મંત્રી પરસોત્તમભાઈ સોલંકી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, ભાજપ અધ્યક્ષ, કમિશનર સહિતના રાજકીય-સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ માટે આગ્રા ઉત્તર પ્રદેશ થી ખાસ આવેલા કુશળ કારીગરો દ્વારા રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પ્રતીકાત્મક પુતળાઓ તૈયાર કરવાની કામગીરી અંતિમ તબક્કામાં છે આકર્ષક આતશબાજી અને સાંસ્કૃતિક કાર્યક્રમ દહન પૂર્વે રંગબેરંગી આતશબાજી અને વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવશે.તેમજ સંતો-મહંતોના આશીર્વચન સાથે રાજકીય-સામાજિક અગ્રણીઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓની વિશેષ ઉપસ્થિતિ રહેશે.કાર્યક્રમની તમામ આયોજનબદ્ધ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે સમિતિ દ્વારા ભાવનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારના તમામ ધર્મપ્રેમી નગરજનોને આ વિજયાદશમી મહોત્સવમાં પરિવાર સાથે પધારવા માટે હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળમાં મા ભવાની ગરબી મંડળ ખાતે ડાકલા રાસ યોજાયો:પ્રાચીન પરંપરા મુજબ મા ચામુંડાની આરાધના માટે જિલ્લાભરના ભક્તો ઉમટ્યા
    Next Article
    મોરબી ઉમિયા નવરાત્રિમાં 94 દીકરીને 21-21 હજારની સહાય:માતા-પિતા વગરની દીકરીઓને આઠમમાં નોરતે સોનાનો દાણો પણ અપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment