Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી ઉમિયા નવરાત્રિમાં 94 દીકરીને 21-21 હજારની સહાય:માતા-પિતા વગરની દીકરીઓને આઠમમાં નોરતે સોનાનો દાણો પણ અપાયો

    19 hours ago

    મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રિ મહોત્સવ દરમિયાન આઠમની રાતે 94 જરૂરિયાતમંદ દીકરીને આર્થિક સહાય આપવામાં આવી હતી. દરેક દીકરીને 21-21 હજાર રૂપિયા અને એક સોનાનો દાણો અપાયો હતો. આ સહાય માતા-પિતા વગરની કે ફક્ત પિતા વગરની દીકરીઓને આપવામાં આવી હતી. આરતીના ચડાવા માટે બોલી લગાવવામાં આવી હતી. રુદ્ર ઇવેન્ટ ગ્રૂપે સૌથી વધુ 10.50 લાખ રૂપિયાની બોલી લગાવી આરતીના યજમાન બન્યા. કિશનભાઈ ગામી અને તેમના પરિવારે પણ 9.24 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું. કુલ 19.74 લાખ રૂપિયા એકઠા થયા હતા. આયોજક સમિતિના સભ્ય મનસુખ દલાસણિયાએ જણાવ્યું હતું કે, મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મનોજ એરવાડીયા, તેમના ભાઈ નિતિનભાઈ અને બ્લૂઝોન વિટ્રીફાઇડ પરિવારે 94 દીકરીને એક-એક સોનાનો દાણો આપ્યો. આ મહોત્સવનો મુખ્ય હેતુ વધારાનો ખર્ચ ટાળીને જરૂરિયાતમંદ પાટીદાર સમાજની દીકરીઓને મદદ કરવાનો છે.
    Click here to Read More
    Previous Article
    શહેરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહન થશે:ભાવનગરમાં રાવણ દહન જવાહર મેદાન અને ચિત્રા યાર્ડ ખાતે તૈયારીઓ આખરી ઓપમાં
    Next Article
    His Family Planted 9,000 Dragon Fruit Saplings. Today, The Farm Earns Rs 2 Crore A Year

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment