Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં મા ભવાની ગરબી મંડળ ખાતે ડાકલા રાસ યોજાયો:પ્રાચીન પરંપરા મુજબ મા ચામુંડાની આરાધના માટે જિલ્લાભરના ભક્તો ઉમટ્યા

    20 hours ago

    ગીર સોમનાથના વેરાવળમાં મોટા કોળી વાળા વિસ્તારમાં મા ભવાની ગરબી મંડળની શરૂઆત 1975માં થઈ હતી. બહેનોએ ટેબલ પર ગરબો રાખી મા જગદંબાની આરાધના કરીને આ પરંપરા શરૂ કરી હતી. પ્રમુખ વીરજીભાઈ જેઠવા, પટેલ કાળુભાઈ ચરિયા અને ખજાનચી સામતભાઈ ચારીયા સહિતના આગેવાનોના પ્રયાસોથી આજે પણ પરંપરાગત ગરબી અને તાળી રાસ યોજાય છે. આ ગરબીમાં મોટા કોળીવાળાના કોળી સમાજના પરિવારો સાથે મળીને મા જગદંબાની આરાધના કરે છે. હાલમાં જ મા ચામુંડાના આશીર્વાદ મેળવવા દીકરીઓ દ્વારા ડાકલા રાસનું ખાસ આયોજન કરાયું હતું. આ ડાકલા રાસ જોવા અને મા જગદંબાના દર્શનનો લાભ લેવા ગીર સોમનાથ જિલ્લા ઉપરાંત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાંથી ભક્તો આવે છે. ગરબીના વ્યવસ્થા ખર્ચ માટે ઇનામી ડ્રો યોજના રાખવામાં આવી છે. તેના ફાળામાંથી દશેરાના દિવસે બાળાઓને ઇનામ અપાય છે. આકાશ વીરજીભાઈ જેઠવા સહિતના આયોજનમાં સંકલન કરે છે.
    Click here to Read More
    Previous Article
    દાહોદમાં કલેક્ટરે ખેડૂત ઉત્કર્ષ યોજનાની સમીક્ષા કરી:દુધાળા પશુ વિતરણ અને કૂવા નિર્માણ જેવા વિકાસકામો સમયસર પૂરા કરી ખેડૂતોને લાભ આપવા તાકીદ
    Next Article
    શહેરમાં બે સ્થળોએ પરંપરાગત રાવણ દહન થશે:ભાવનગરમાં રાવણ દહન જવાહર મેદાન અને ચિત્રા યાર્ડ ખાતે તૈયારીઓ આખરી ઓપમાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment