Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દાહોદમાં કલેક્ટરે ખેડૂત ઉત્કર્ષ યોજનાની સમીક્ષા કરી:દુધાળા પશુ વિતરણ અને કૂવા નિર્માણ જેવા વિકાસકામો સમયસર પૂરા કરી ખેડૂતોને લાભ આપવા તાકીદ

    21 hours ago

    દાહોદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુરભી ગૌતમના અધ્યક્ષસ્થાને ‘મુખ્યમંત્રી વન અધિકાર ખેડૂત ઉત્કર્ષ યોજના’ની સમીક્ષા બેઠક યોજાઈ. આ બેઠકનો હેતુ ગ્રાન્ટનો યોગ્ય ઉપયોગ અને છેવાડાના લાભાર્થીઓને સીધો ફાયદો પહોંચાડવાનો હતો. બેઠકમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટેની વિવિધ જોગવાઈઓની તાલુકાવાર સ્થિતિ તપાસાઈ. ખાસ કરીને દુધાળા પશુઓ, બકરાં વિતરણ અને સિંચાઈ કૂવાઓની કામગીરીનું મૂલ્યાંકન કરાયું. લાભાર્થીઓની સંખ્યા અને તેમને ફાળવાયેલી નાણાકીય સહાયની ચર્ચા થઈ. કલેક્ટર સુરભી ગૌતમે વર્ષ 2024-25 દરમિયાન હાથ ધરાયેલા વિકાસકામોની પ્રગતિની ચકાસણી કરી. તેમણે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી કે કામોમાં કોઈપણ પ્રકારનો વિલંબ ચલાવી લેવાશે નહીં. તમામ મંજૂર કામો સમયસર પૂરા કરી પાત્ર ખેડૂતોને લાભ પહોંચાડવા આદેશ અપાયા. આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગમાબેન મોહનિયા, DDO હિરેન બારોટ, પ્રાયોજન વહીવટદાર પ્રતીક જૈન અને DCF મિતેષ પટેલ હાજર રહ્યા. ખેતીવાડી, પશુપાલન અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:હંસપુરાની હિમશિલા સ્કાય સોસાયટીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી, "અંબે માત કી જય" ના નાદ સાથે સામૂહિક આરતીનું આયોજન
    Next Article
    વેરાવળમાં મા ભવાની ગરબી મંડળ ખાતે ડાકલા રાસ યોજાયો:પ્રાચીન પરંપરા મુજબ મા ચામુંડાની આરાધના માટે જિલ્લાભરના ભક્તો ઉમટ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment