Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:હંસપુરાની હિમશિલા સ્કાય સોસાયટીમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી, "અંબે માત કી જય" ના નાદ સાથે સામૂહિક આરતીનું આયોજન

    22 hours ago

    આસો મહિનાની અજવાળી રાત અને ઢોલના ધબકારે મા અંબાની આરાધનાનું મહાપર્વ એટલે કે આપણી વહાલી નવરાત્રી નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ ચૂક્યો છે. શહેરના મોટા-મોટા પાર્ટી પ્લોટ હોય કે ગામડાં-શહેરોની નાની-મોટી શેરીઓ, દરેક જગ્યાએ અનોખો રોશનીનો ઝગમગાટ અને અનેરો ઉત્સાહ છવાઈ ગયો છે. ચણિયાચોળી અને કેડિયાના રંગબેરંગી પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને ખેલૈયાઓ ગરબે ઘૂમવા આતુર બન્યા છે. સાંજ પડતાં જ "અંબે માત કી જય" ના નાદ સાથે માડીની આરતી કરીને ખેલૈયાઓ રાસ-ગરબાની રમઝટ બોલાવે છે.જેમાં ઢોલકના તાલે, શહનાઈના સુરે અને પ્રાચીન-અર્વાચીન ગરબાના તાલ પર પગ આપોઆપ થનગનવા લાગે છે. દોઢ તાળી, ત્રણ તાળી અને હીંચ લેતાં ખેલૈયાઓની ઊર્જા જોઈને આખી રાત પણ ટૂંકી પડે છે. આ માત્ર નવ રાતનો તહેવાર નથી, પણ ભક્તિ, સંસ્કૃતિ અને સંવાદિતાનું એવું મિલન છે જે દરેક ગુજરાતીના દિલને ઉમંગથી ભરી દે છે, ત્યારે હંસપુરા, નવા નરોડા સ્થિત હિમશિલા સ્કાય ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્સવ દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ ભક્તિભાવપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. આ પ્રસંગે સોસાયટીના તમામ રહેવાસીઓએ સામૂહિક આરતીમાં જોડાઈને ભક્તિ અને શ્રદ્ધાભેર નવરાત્રી પર્વની ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગોધરા પોલીસ ગરબામાં વૃદ્ધાશ્રમના વડીલોએ કર્યા માતાજીના દર્શન:જિલ્લા પોલીસવડા ડો. હરેશ દુધાતે ભેટ આપી સ્વાગત કર્યું
    Next Article
    દાહોદમાં કલેક્ટરે ખેડૂત ઉત્કર્ષ યોજનાની સમીક્ષા કરી:દુધાળા પશુ વિતરણ અને કૂવા નિર્માણ જેવા વિકાસકામો સમયસર પૂરા કરી ખેડૂતોને લાભ આપવા તાકીદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment