Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ‘સેપ્ટ મંડળી’ ગરબામાં પોલીસની હાજરીમાં ધોકા-તલવારથી બબાલ:અમદાવાદમાં પ્રવેશ બાબતે યુવકો-બાઉન્સરો વચ્ચે અથડામણ; પૈસા ખર્ચીને આવેલા ખેલૈયામાં ફફડાટ

    1 day ago

    અમદાવાદ નજીક સાંતેજ પાસેના ખાત્રજ-કલોલ રોડ પર આવેલા જાણીતા ‘સેપ્ટ મંડળી’ ગરબા મહોત્સવમાં સિક્યુરિટી ગાર્ડ્સ અને કેટલાક યુવાનો વચ્ચે પ્રવેશને લઈ હિંસક અથડામણ થઈ હતી. ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસની હાજરીમાં લાકડીઓ અને ખુલ્લી તલવારો સાથે મારામારી થતાં સમગ્ર પરિસરમાં ભારે અફરાતફરી મચી ગઈ હતો. આ હિંસક જૂથ અથડામણના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ખેલૈયાની સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રવેશ મુદ્દે બબાલ અને તલવારો ખેંચાઈ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેટલાક યુવકો પાસ વગર ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. સિક્યુરિટી સ્ટાફે તેમને રોકતાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે જોતજોતામાં હિંસક મારામારીમાં ફેરવાઈ ગઈ હતી. બહાર લગાવેલા બેરિકેડિંગમાં પણ તોડફોડ કરવામાં આવી. મામલો એટલી હદે બિચક્યો હતો કે, સિક્યુરિટી ગાર્ડ્સ લાકડીઓ અને ખુલ્લી તલવારો લઈને રસ્તા પર આવી ગયા હતા અને સામસામે હુમલા શરૂ કરી દીધા હતા. મારામારીથી અન્ય ખેલૈયામાં દોડધામ મચી 'સેપ્ટ મંડળી' ગરબામાં મોંઘા ભાવના પાસ લઈને પરિવાર અને મિત્રો સાથે ગરબે રમવા આવેલા હજારો ખેલૈયામાં આ બબાલને પગલે ભારે દોડધામ મચી ગઈ હતી. ગ્રાઉન્ડના પ્રવેશદ્વાર પાસે ખુલ્લી તલવારો લહેરાતી જોઈને મહિલાઓ અને યુવતીઓ ગભરાઈ ગઈ હતી. થોડા સમય માટે માહોલ તણાવપૂર્ણ બની ગયો હતો. એક તરફ મંડળી નામથી ગરબાનું મોટું આયોજન કરવામાં આવે છે, પરંતુ ખેલૈયાની સુરક્ષા બાબતે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. આ ચકચારી ઘટનાના વાઇરલ વીડિયો અને ઘર્ષણનું સાચુ કારણ, પોલીસ કાર્યવાહી અંગે વિગતો મેળવવા માટે સાંતેજ પોલીસ સ્ટેશનના PI સુરેશ ચૌધરીનો વારંવાર ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    હિતુ કનોડિયા-મોના થીબાની જોડી 'મારફાડ મમ્મી'માં જોવા મળશે:નવરાત્રિમાં ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત શૂટિંગ કરવામાં આવ્યું
    Next Article
    મુકેશ અંબાણી નીતા ભાભી બોલતા જ ચિચિયારીઓ પડી:રાધિકાએ એકદમ ક્રિષ્ના લાગો છો...કહેતાં જ ક્રાઉડે હેપી બર્થ ડે વિશ કર્યું; આઠમે અંબાણી પરિવારના જામનગરને જય શ્રીકૃષ્ણ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment