Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિતુ કનોડિયા-મોના થીબાની જોડી 'મારફાડ મમ્મી'માં જોવા મળશે:નવરાત્રિમાં ગુજરાતી ફિલ્મનું મુહૂર્ત શૂટિંગ કરવામાં આવ્યું

    1 day ago

    તાજેતરમાં જ ગુજરાતી ફિલ્મ 'મારફાડ મમ્મી'નું મુહૂર્ત શૂટિંગ કરવામાં આવ્યું હતું. નવરાત્રિના પાવન અવસર પર મુહૂર્ત શૂટમાં ફિલ્મના મુખ્ય કલાકારો તથા પ્રોડ્યુસર્સ જોવા મળ્યા હતા. 'મારફાડ મમ્મી' ફિલ્મની વાત કરીએ તો, આ કોમેડી ફિલ્મમાં લીડ રોલમાં હિતુ કનોડિયા તથા મોના થીબા છે. ફિલ્મને 'ફાટી ને' ફૅમ ડિરેક્ટર ફૈઝલ હાશ્મી ડિરેક્ટ કરવાના છે ને પ્રેઝન્ટેડ હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શન છેે. ફિલ્મને તન્ના પ્રોડક્શને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મના રાઇટર ફેનિલ દવે ને ફૈઝલ હાશ્મી છે. ફિલ્મનું શૂટિંગ ક્યારે શરૂ થશે તથા અન્ય સ્ટાર-કાસ્ટ અંગેની તમામ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. નોંધનીય છે કે મોના થીબાની આ વર્ષે ફિલ્મ 'ક ખ ગ ઘ' ને 'શક્તિ' આવી હતી. 'શક્તિ' ફિલ્મમાં મોના થીબાનો નો મેકઅપ લુક જોવા મળ્યો હતો. હિતુ કનોડિયાની વાત કરીએ તો, આ વર્ષે અત્યાર સુધી એક્ટરની ફિલ્મ 'જય કન્હૈયાલાલ કી', 'બેહદ', 'ક ખ ગ ઘ', 'લાયક નાલાયક' જેવી રિલીઝ થઈ છે. અપકમિંગ ફિલ્મમાં 'ચોર નંબર 1' છે. હિતુ કનોડિયાએ આ વર્ષે માર્ચ મહિનામાં 'હિતુ નરેશ કનોડિયા પ્રોડક્શન્સ' શરૂ કર્યું છે. આ બેનર હેઠળની પહેલી ફિલ્મ 'એ આયું..' છે. આ ફિલ્મ નવેમ્બરમાં રિલીઝ થશે તેમ માનવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ટાઈગર પર હુમલાના શંકાસ્પદ રાજસ્થાનમાંથી ઝડપાયા:એક બિહારનો, 2 હરિયાણાના; 1 આરોપી સગીર; હુમલામાં વપરાયેલી બાઈક મળી આવી
    Next Article
    ‘સેપ્ટ મંડળી’ ગરબામાં પોલીસની હાજરીમાં ધોકા-તલવારથી બબાલ:અમદાવાદમાં પ્રવેશ બાબતે યુવકો-બાઉન્સરો વચ્ચે અથડામણ; પૈસા ખર્ચીને આવેલા ખેલૈયામાં ફફડાટ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment