Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર સાથે આખલો અથડાતાં 2ના મોત,1 ગંભીર:કારના ચીંથરા માસના લોચા સાથે રોડ પર વેરવિખેર; થરાદ પાસે ભારતમાલા હાઇવે પરની ઘટના

    10 hours ago

    થરાદ નજીક આવેલ ભારતમાલા હાઇવે પર અચાનક આખલો આવી જતાં એક કાર તેની સાથે ધડાકાભેર અથડાઈ હતી. વહેલી સવારમાં થયેલા આ ગંભીર માર્ગ અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ નીપજ્યા હતા, જ્યારે 1 વ્યક્તિ ગંભીર રીતે ઘવાયો હતો. બનાવ અંગેની જાણ થતાં જ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. ભારતમાલા હાઇવે પર કચ્ચરઘાણ વળ્યો આ ગોઝારો અકસ્માત ભારતમાલા રેસ્ટ એરિયા નજીક સર્જાયો હતો. હાઇવે પર અચાનક નંદી આખલો સામે આવી જતાં ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ટક્કર એટલી પ્રચંડ હતી કે કારનો સ્થળ પર જ કચ્ચરઘાણ વળી ગયો હતો. કારમાં સવાર 3 મુસાફરો આ ભયાનક અકસ્માતનો ભોગ બન્યા હતા. મળતી પ્રાથમિક વિગતો અનુસાર, રાજકોટ તરફથી રાજસ્થાન તરફ જઈ રહી હતી સ્થાનિકો દોડ્યા, ઈજાગ્રસ્ત હોસ્પિટલ ખસેડાયો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા વ્યક્તિને વિલંબ વગર સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતકો તેમજ ઈજાગ્રસ્તની ઓળખ મેળવવા માટે કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. મળતી પ્રાથમિક વિગતો મુજબ આ આ અકસ્માતમાં એક યુવક અમરેલીનો અને એક યુવક જામનગરનો હોવાનું ચર્ચાય છે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેવાડમાં આવ્યા અકસ્માતની ગંભીરતા જોતા ઘટનાસ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓ અને 108ની ટીમે બચાવ કામગીરી શરૂ કરી હતી. અન્ય એક વ્યક્તિને પણ ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે. તેની સ્થિતિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ, અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓના મૃતદેહોને પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રખડતા પશુઓની સુરક્ષા સામે સવાલો આ અકસ્માતે હાઇવે પર મુક્તપણે રખડતા પશુઓની ગંભીર સમસ્યા ફરી સપાટી પર આણી છે. રેસ્ટ એરિયા નજીક આવા અકસ્માતો અટકાવવા યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે. વાહનચાલકોની સુરક્ષા માટે હાઇવે પર પશુઓ ન આવે તે માટે તાત્કાલિક પગલાં ભરવાની ચર્ચા જોરપકડતી થઈ છે. ટક્કરની તીવ્રતાનો અંદાજ આપતી બે તસવીરો
    Click here to Read More
    Previous Article
    ગૃહમંત્રીએ અમદાવાદમાં દેશની પ્રથમ LNG ટ્રેનને લીલી ઝંડી આપી:ટેન્ક ફૂલ થવા પર 2200 કિમી ચાલશે, LNG અને ડીઝલ વચ્ચે સ્વિચ કરી શકાશે એન્જિન
    Next Article
    ફેસબુક પર સસ્તો મોબાઈલ જોઈ લેવા જતા 1.30 લાખ ગુમાવ્યા:ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરાવવા જતા મહિલાને 1.81 લાખનો ચૂનો લગાવ્યો, રાણીપ અને પાલડી પોલીસે ગુનો નોંધ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment