Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુકેશ અંબાણી નીતા ભાભી બોલતા જ ચિચિયારીઓ પડી:રાધિકાએ એકદમ ક્રિષ્ના લાગો છો...કહેતાં જ ક્રાઉડે હેપી બર્થ ડે વિશ કર્યું; આઠમે અંબાણી પરિવારના જામનગરને જય શ્રીકૃષ્ણ

    22 hours ago

    જામનગરના રિલાયન્સ ગ્રીન્સ ખાતે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં અંબાણી પરિવારે હાજરી આપીને ગરબા મહોત્સવની રોનક વધારી દીધી હતી. અંબાણી પરિવારના આગમન સમયે આતશબાજી સાથે લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. સ્ટેજ પરથી રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીએ ઉપસ્થિત તમામ લોકોને નવરાત્રિની શુભકામનાઓ પાઠવી હતી. આ દરમિયાન રાધિકા મર્ચન્ટે સ્ટેજ પરથી પોતાનો વાઈરલ ડાઈલોગ બોલતા કહ્યું, "એકદમ કૃષ્ણા લાગો છો", જેનાથી વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આ સાથે જ ઉપસ્થિત સૌકોઈએ એકસાથે રાધિકાને 'હેપ્પી બર્થડે' વિશ કર્યું હતું. અંબાણી પરિવારની જામનગર મુલાકાતની તસવીરો સ્ટેજ પર ગરબાની રમઝટ અને ઉત્સવનો આનંદ નવરાત્રિના આ પાવન પર્વ પર નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણી સ્ટેજ પર પરંપરાગત ગરબાના તાલ પર ઉત્સાહપૂર્વક ઝૂમી ઉઠ્યા હતા. નીતા અંબાણી અને રાધિકા મર્ચન્ટે એકસાથે ગરબા રમીને મનોરમ દૃશ્યો સર્જ્યા હતા. અંબાણી પરિવારના તમામ સભ્યોએ હાથ જોડીને ઉપસ્થિત ખેલૈયાઓનું અભિવાદન ઝીલ્યું હતું. આ ઉત્સવમાં રિલાયન્સ પરિવારના સભ્યો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર માહોલ ભક્તિ અને આનંદથી ગુંજી ઉઠ્યો હતો. મુકેશ અંબાણીએ 35 વર્ષની જામનગરની યાદો તાજા કરી આ મહોત્સવ દરમિયાન મુકેશ અંબાણીએ સ્ટેજ પરથી લોકોને સંબોધિત કરતા જૂની યાદો તાજી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા 35 વર્ષથી જામનગર સાથે જોડાયેલા છે અને 1995માં નીતા અંબાણી પહેલીવાર અહીં આવ્યા હતા. આ પ્રસંગે નીતા અંબાણી, અનંત અંબાણી અને મુકેશ અંબાણીએ "જયશ્રી કૃષ્ણ" અને “જય અંબેમા”ના નારા સાથે તમામ ખેલૈયાઓને આઠમના પાવન પર્વની શુભેચ્છા પાઠવી હતી તથા ખૂબ જ ઉત્સાહ અને આનંદ સાથે ગરબા રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ‘સેપ્ટ મંડળી’ ગરબામાં પોલીસની હાજરીમાં ધોકા-તલવારથી બબાલ:અમદાવાદમાં પ્રવેશ બાબતે યુવકો-બાઉન્સરો વચ્ચે અથડામણ; પૈસા ખર્ચીને આવેલા ખેલૈયામાં ફફડાટ
    Next Article
    કસારવાળા યુથ ક્લબે આસો સુદ આઠમે ગરબા મહોત્સવ યોજ્યો:નવરાત્રી 2026માં અન્નકૂટ દર્શન અને વિશેષ વેશભૂષામાં ખેલૈયાઓએ ગરબા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment