Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એમ્બ્રોઈડરી કામદારોનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ:મજૂર નેતા શાન ખાનનું એલાન,'ટૂંક સમયમાં વિશાળ કાર્યક્રમ, માંગવાથી અધિકાર નહીં મળે તો છીનવી લઈશું'

    11 hours ago

    સુરતના એમ્બ્રોઈડરી ઉદ્યોગમાં છેલ્લા 3 મહિનાથી પોતાના કાયદેસરના હકો માટે લડત ચલાવી રહેલા લાખો કામદારો માટે મજૂર નેતા શાન ખાને મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. કારીગરોને સંબોધતા તેમણે જણાવ્યું કે, ટૂંક સમયમાં મજૂર યુનિયન દ્વારા આગામી વિશાળ કાર્યક્રમ અને આંદોલનની રણનીતિની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. તેમણે સુરતના તમામ એમ્બ્રોઈડરી કારીગરોને આહ્વાન કરતાં કહ્યું કે, “જ્યારે પણ યુનિયન દ્વારા સડક પર ઉતરવાનું આહ્વાન કરવામાં આવે, ત્યારે સૌ સાથીઓએ ભારેથી ભારે સંખ્યામાં પહોંચીને આ કાર્યક્રમોને સફળ બનાવવાના છે”. જ્યાં સુધી મજૂરોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ સંઘર્ષ અટકશે નહીં. 'શ્રમ કાયદાઓમાં લખેલી જોગવાઈઓ અમલી કરો' શોષણ સામે લડી રહેલા કામદારોમાં જોશ પૂરતા મજૂર નેતા શાન ખાને આક્રમક તેવર સાથે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી ઉચ્ચારી છે. તેમણે પોતાના સંબોધનમાં મક્કમતાથી જણાવ્યું કે, “આપણે આ આંદોલન ત્યાં સુધી ચલાવવાનું છે જ્યાં સુધી આપણને આપણો હક નહીં મળે. જો આપણો અધિકાર માંગવાથી નહીં મળે તો અમને છીનવતા પણ આવડે છે, અમે અમારો અધિકાર છીનવીને લઈશું”. તેમણે ઉમેર્યું કે કારીગરો કંઈપણ ગેરકાયદેસર માંગી રહ્યા નથી, પરંતુ શ્રમ કાયદાઓમાં પહેલેથી જે જોગવાઈઓ લખેલી છે માત્ર તેનો જ અમલ કરવાની માંગણી કરી રહ્યા છે. 12થી 14 કલાક કામ અને અમાનવીય શોષણ સામે વિરોધનો સૂર એમ્બ્રોઈડરી કારખાનાઓમાં કારીગરોની સ્થિતિ અત્યંત દયનીય હોવાનો ઉલ્લેખ કરતાં શાન ખાને જણાવ્યું કે, કારીગરો પાસે 12થી 14 કલાક સુધી સતત અમાનવીય રીતે કામ કરાવાઈ છે. 1 મજૂર પાસે 2થી 3 મશીનો ચલાવડાવીને 2 ગણો અને 3 ગણો બોજ નાખવામાં આવે છે, છતાં તેમને યોગ્ય વેતન પણ મળતું નથી. કાયદા મુજબ કામદારોને અઠવાડિયામાં 1 દિવસ રવિવારની રજા, નિયત લઘુતમ વેતન અને 8 કલાકથી વધુ કામ કરવા બદલ ઓવરટાઈમનું 2 ગણું વેતન મળવું અનિવાર્ય છે, જેનું કારખાનેદારો દ્વારા ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે. કલેક્ટર કચેરી ખાતે થયેલા પોલીસ દમન બાદ પણ મનોબળ અડીખમ ગત 15 ઓક્ટોબરના રોજ સુરત કલેક્ટર કચેરી સામે યોજાયેલા મહાઆંદોલન સત્યાગ્રહ દરમિયાન પોલીસ દ્વારા આંદોલનને કચડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે શાન ખાને કામદારોને હિંમત આપતાં જણાવ્યું કે, પોલીસની બર્બર કાર્યવાહીથી નિરાશ કે ભયભીત થવાની કોઈ જરૂર નથી, તેનાથી આપણી અવાજને દબાવી શકાશે નહીં. તેમણે તમામ મજૂર સાથીઓને સાહસ અને સંયમ જાળવી રાખીને શાંતિપૂર્ણ ઢબે કાયદાની મર્યાદામાં રહી પોતાનો અવાજ બુલંદ રાખવાની સલાહ આપી છે. શાંતિપૂર્ણ સંઘર્ષ અને એકતા જાળવી રાખવા માટે અપીલ અંતમાં શાન ખાને શ્રમિકોને કાયદાની મર્યાદામાં રહીને એકજૂટ રહેવા તથા સોશિયલ મીડિયા પર કોઈપણ ભડકાઉ કે અભદ્ર ભાષાનો ઉપયોગ ન કરવા અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે આપણે કાયદો મનાવવાની લડાઈ લડી રહ્યા હોવાથી સૌપ્રથમ આપણે પણ કાયદાનું પાલન કરવું પડશે. મજૂરોનું લોહી ચૂસીને તિજોરી ભરનારા વિરોધીઓને છેવટે ઘૂંટણ ટેકવવા જ પડશે અને હાર સ્વીકારવી પડશે. આગામી દિવસોમાં યુનિયન દ્વારા જાહેર થનારા નવા કાર્યક્રમોમાં સુરતના તમામ કામદારો એક થઈને સહભાગી બનશે અને પોતાનો અવાજ બુલંદ કરશે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ પોલીસના નવરાત્રિ મહોત્સવમાં મહિલા સશક્તિકરણનો સંદેશ:મહિલાઓએ માથે ગરબો લઈ પરંપરાગત ગરબા કર્યા, સુરક્ષા-સન્માન માટે જાગૃતિ ફેલાવી
    Next Article
    રંગતાળી નવરાત્રીમાં આઠમના નોરતે ફાગણિયો ગરબો અને આતશબાજી આકર્ષણ બન્યા:દેશભક્તિની થીમ, ફૂલોની વર્ષા અને મહાઆરતી સાથે ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment