Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડુમસના 'અવધ યુટોપિયા'માં બોલિવૂડ ગીતો પર ખેલૈયાના ઠુમકા:વીડિયો વાઇરલ થતા બજરંગ દળ મેદાનમાં, આયોજકોએ ફરી આવું ન કરવા બાહેંધરી આપી

    1 day ago

    સુરત સહિત સમગ્ર રાજ્યમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન પરંપરાગત ગરબાની રમઝટ બોલતી હોય છે. ત્યારે ડુમસ સ્થિત ‘અવધ યુટોપિયા’માં નવરાત્રિના નામે આયોજિત કાર્યક્રમમાં ગરબાના નામે બોલિવૂડના દ્વિઅર્થી અને અસભ્ય ગીતો મોટા અવાજે વગાડીને યુવાધનને ડિસ્કો ડાન્સ કરાવવામાં આવી રહ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ગરબા પ્રેમીઓ અને ધર્મપ્રેમી જનતામાં તીવ્ર આક્રોશ ફાટી નીકળ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે, માતાજીની આરાધનાના પવિત્ર તહેવારને ક્લબ કલ્ચરમાં ફેરવીને હિન્દુ આસ્થાની મજાક ઉડાવવામાં આવી રહી છે. બજરંગ દળના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા, ભારે હોબાળો સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં જ બજરંગ દળના હોદ્દેદારો અને કાર્યકરો ઘટનાસ્થળે ધસી ગયા હતા. કાર્યકરોએ ત્યાં પહોંચીને બોલિવૂડ અને અસભ્ય ગીતો સામે સખત વિરોધ નોંધાવી ડીજે બંધ કરાવ્યું હતું. બજરંગ દળે આયોજકોનો ઘેરાવ કરી આકરા સવાલો પૂછ્યા હતા કે, નવરાત્રિ માતાજીની આરાધના માટે છે કે ડિસ્કો અને અસભ્યતા ફેલાવવા માટે? અચાનક થયેલા વિરોધ અને હોબાળાને કારણે સ્થળ પર દોડધામ મચી ગઈ હતી અને મામલો ગરમાયો હતો. આયોજકોએ ઝૂકવું પડ્યું, ભવિષ્યમાં આસ્થા નહીં દુભાય તેવી બાહેંધરી આપી બજરંગ દળના ઉગ્ર વિરોધ અને વાતાવરણ વણસતાં આખરે આયોજકોની શાન ઠેકાણે આવી હતી. આયોજકોએ પોતાની ભૂલ સ્વીકારી હતી. આ સાથે જ તેમણે સ્પષ્ટ બાહેંધરી આપી હતી કે, હવે પછી નવરાત્રિમાં આવા કોઈ પણ પ્રકારના અસભ્ય કે બોલિવૂડના ગીતો વગાડવામાં નહીં આવે અને માત્ર પરંપરાગત ગરબા જ રમાડવામાં આવશે. હિન્દુઓની ધાર્મિક ભાવના ક્યારેય દુભાશે નહીં તેવી ખાતરી આપ્યા બાદ મામલો શાંત પડ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    યુરોપના 6 દેશોમાં શિક્ષણ-મોંઘવારી મામલે પ્રદર્શન:ફ્રાન્સમાં આગચંપી-લૂંટફાટ, ઇટાલીમાં સ્કૂલો પર કબજો, ગ્રીસમાં સંસદ સામે બેઠા આંદોલનકારીઓ
    Next Article
    બોટાદની નવકાર રેસીડેન્સીમાં 300થી વધુ રહીશો ગરબે ઘૂમ્યા:15 વર્ષથી આયોજન, આઠમાં નોરતે માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment