Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની નવકાર રેસીડેન્સીમાં 300થી વધુ રહીશો ગરબે ઘૂમ્યા:15 વર્ષથી આયોજન, આઠમાં નોરતે માતાજીની આરાધના સાથે ગરબાની રમઝટ

    1 day ago

    બોટાદ શહેરની નવકાર રેસીડેન્સીમાં નવરાત્રિ મહોત્સવનો માહોલ જામ્યો છે. આઠમા નોરતે રેસીડેન્સીના 300થી વધુ રહીશોએ માતાજીના ગરબે ઘૂમીને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરી. જેમાં મહિલા-પુરુષો, યુવક-યુવતીઓ અને બાળકો પણ જોડાયા હતા. નવકાર રેસીડેન્સીમાં છેલ્લા 15 વર્ષથી નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે. દર વર્ષે રહીશો ઉત્સાહભેર આ પર્વની ઉજવણી કરે છે. આ મહોત્સવમાં બાળકોને નવદુર્ગાના વિવિધ સ્વરૂપોમાં તૈયાર કરાય છે, જે ખાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. મહોત્સવને વધુ સુંદર બનાવવા માટે રેસીડેન્સીમાં લાઇટ ડેકોરેશન કરાયું છે. રહીશો માટે ખાસ ડ્રેસ કોડ પણ રાખવામાં આવે છે. ગરબા રમવા આવતા લોકો માટે કોલ્ડ્રિંક્સ, નાસ્તો, ચા અને પાણી જેવી વ્યવસ્થા પણ કરાઈ છે. આમ, નવકાર રેસીડેન્સીના રહીશો એકસાથે મળી પરંપરાગત ગરબાની રમઝટ સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરી રહ્યા છે. આ 15 વર્ષ જૂની પરંપરા રહીશોમાં એકતા અને ભાઈચારાની ભાવના મજબૂત બનાવે છે.
    Click here to Read More
    Previous Article
    ડુમસના 'અવધ યુટોપિયા'માં બોલિવૂડ ગીતો પર ખેલૈયાના ઠુમકા:વીડિયો વાઇરલ થતા બજરંગ દળ મેદાનમાં, આયોજકોએ ફરી આવું ન કરવા બાહેંધરી આપી
    Next Article
    ડિપ્રેશનમાં રહેતા યુવાને શરીરે કેરોસીન છાંટ્યું:રાજકોટમાં સળગેલી હાલતમાં ઘરની બહાર નીકળ્યો, 5 વર્ષ પહેલાં છૂટાછેડા થયા હતા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment