Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઘણાં દિવસે પત્નીના ચહેરા પર 'સ્મિત' દેખાયું:5 દિવસથી પતિની પડખે ઢાલ બની ઊભી છે સોનલ, સ્મિત મચ્છરના સસરાએ કહ્યું-પરિવારને રાહત થઈ

    1 day ago

    30 સપ્ટેમ્બરે દુબઈથી ઈઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં ઓમાની કો-પાયલોટે મૂળ ગુજરાતી કેપ્ટન સ્મિત મચ્છર પર કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયા છતાં કેપ્ટન સ્મિતે અદભૂત શૌર્ય દાખવી કોકપિટનો દરવાજો ખોલી 174 મુસાફરોનો જીવ બચાવી વિમાનનું સાઉદી અરેબિયાના તબૂકમાં સુરક્ષિત ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું હતું. હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ કેપ્ટન સ્મિતની સ્થિતિ અંગે તેમના સસરા જયસુખભાઈ જોગીએ સ્મિતની પત્ની સોનલ સાથે વાતચીત કરી હતી જે બાદ દિવ્યભાસ્કર સાથે વાત કરી છે. હાલમાં સ્મિતની તબિયત કેવી છે અને શું ઘટના બની હતી, પત્ની કેવી રીતે ઢાલ બની તે અંગે જાણીએ વિગતવાર. આ પણ વાંચો: કેપ્ટન સ્મિત મચ્છરના વઢવાણના ઘરે પહોંચ્યું ભાસ્કર કેપ્ટન સ્મિતની તબિયત હવે સુધારા પર કેપ્ટન સ્મિતના સસરા જયસુખભાઈ જોગીએ જણાવ્યું હતું કે, કેપ્ટન સ્મિતની તબિયતમાં હવે નોંધપાત્ર સુધારો છે. તેમના માતા-પિતા અને પત્ની સોનલબેન હોસ્પિટલમાં તેમની સાથે જ છે. હાલ સ્મિતની માનસિક અને શારીરિક સ્થિતિ ખૂબ મજબૂત છે અને તેઓ દર્દ સામે લડી રહ્યા છે. ઘટના આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા સાથે સંકળાયેલી હોવાથી હોસ્પિટલમાં અત્યંત ચુસ્ત સુરક્ષા ગોઠવવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસન, સુરક્ષા એજન્સીઓ અને રાજદૂત સિવાય કોઈ પણ સામાન્ય વ્યક્તિ કે મીડિયાને અંદર જવાની મંજૂરી નથી. પરિવારના સભ્યો સિવાય કોઈને પણ મોબાઈલ ફોન લઈ જવાની કે સીધો સંપર્ક કરવાની છૂટ આપવામાં આવી નથી. પતિની પડખે ઢાલ બની ઊભી રહી પત્ની ઘટનાની જાણ થતાં જ કેપ્ટન સ્મિતના પત્ની સોનલબેન તાબડતોબ હોસ્પિટલ પહોંચી ગયાં હતાં અને હાલ સ્મિતના માતા-પિતા અને પત્ની હોસ્પિટલમાં જ તેમની પડખે હાજર છે. આંતરરાષ્ટ્રીય સ્તરની સુરક્ષા અને એજન્સીઓના કડક નિયમોના કારણે ત્યાં દરેક વ્યક્તિને અંદર જવાની પરવાનગી નથી, પરંતુ સોનલબેનને ખાસ કિસ્સામાં અંદર રહેવાની અને સંભાળ રાખવાની મંજૂરી આપવામાં આવી છે. પરિવાર સાથે વાતચીત કરાવવા પણ સોનલબેન જ કોન્ફરન્સ કૉલ દ્વારા સ્મિત સાથે સંપર્ક કરાવી રહ્યાં છે. શરૂઆતના દિવસો આઘાતમાં વીત્યા સ્મિત મચ્છર પર હુમલાના પ્રારંભિક બે-ત્રણ દિવસ સોનલબેન અને સમગ્ર પરિવાર માટે અતિશય માનસિક તણાવ અને ચિંતાભર્યાં રહ્યા હતા. જો કે, કેપ્ટન સ્મિતની તબિયતમાં સુધારો નોંધાતાં અને તેઓ ધીમે ધીમે સામાન્ય થતાં સોનલબેને પણ મોટી રાહત મળી છે. પિતા જયસુખભાઈ સાથેની વાતચીતમાં સોનલબેને જણાવ્યું હતું કે, હવે સ્મિતની હાલત ઘણી સારી છે એટલે સોનલના ચહેરા પર સ્મિત અને રાહતની લાગણી જોવા મળી હતી. સાથે જ પરિવારને પણ રાહત મળી છે. પિતાની હાલત જોઈ માસૂમ દીકરી ધ્રૂજી ઊઠી હતી ઘટના બાદ કેપ્ટન સ્મિતની નાની દીકરીની સ્થિતિ અંગે વાત કરતાં જયસુખભાઈએ ભાવુક થઈને જણાવ્યું હતું કે, જ્યારે નાની દીકરીએ પહેલીવાર તેના પિતા સ્મિતભાઈને આવી સ્થિતિમાં જોયા ત્યારે તે ખૂબ જ ડરી ગઈ હતી અને રડવા લાગી હતી. પરિવારજનોએ તેને સાંત્વના આપવા માટે કહ્યું હતું કે કાંટાવાળી ચમચી વાગી ગઈ છે, પરંતુ જ્યારે બાળકીએ ઇન્ટરનેટ પર સમાચાર જોયા ત્યારે તેને ખબર પડી કે માથા પર કુહાડીથી હુમલો થયો છે. બે દિવસ સુધી બાળકી અને સમગ્ર પરિવાર આઘાતમાં રહ્યા હતા. જો કે, પિતાની તબિયતમાં સુધારો થતાં અને વીડિયો કોલ પર વાતચીત થયા બાદ તે થોડી સામાન્ય થઈ હતી અને તેને હસતી જોઈ પરિવારે પણ હાશકારો અનુભવ્યો હતો. સતત હુમલો થતો રહ્યો છતાં કોકપિટનો દરવાજો ખોલ્યો જયસુખભાઈએ હુમલાની ભયાનક ક્ષણો વર્ણવતાં કહ્યું કે, હુમલાખોરે પહેલા કેપ્ટન સ્મિતના માથા પર ઘા કર્યો હતો અને ત્યારબાદ સ્મિતે બચાવ માટે હાથ આડો રાખતાં હાથ અને આંગળીઓ પર પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. આરોપી એક પણ સેકન્ડ રોકાયા વગર સતત હુમલો કરી રહ્યો હતો. એક વખત દરવાજો ખોલ્યા બાદ આરોપીએ ફરીથી બંધ કરી દીધો હતો, તેમ છતાં સ્મિતે હિંમત હાર્યા વગર ફરી ધક્કો મારી દરવાજો ખોલ્યો હતો. 'માર ખાતાં ખાતાં પણ પ્લેન કંટ્રોલ કરાવ્યું' વધુમાં જયસુખભાઈએ જણાવ્યું હતું કે, સતત માર પડતો હોવા છતાં સ્મિતે હોશ ગુમાવ્યા ન હતા. સ્મિતે જણાવ્યું હતું કે, પ્લેન નીચે જઈ રહ્યું છે અને જો તેને સીધું નહીં કરાય તો બધા જ મરી જશે. આટલા ગંભીર હુમલા વચ્ચે પણ સ્મિતની સમયસૂચકતા અને મજબૂત મનોબળથી આખું વિમાન મુસાફરો સાથેનું બચી ગયું. સુરતમાં સ્મિતના સ્વાસ્થ્યને લઈને હનુમાન ચાલીસાના પાઠ કેપ્ટન સ્મિત મચ્છરના ઝડપી સ્વાસ્થ્ય લાભ માટે RSS દ્વારા હનુમાન ચાલીસાના પાઠનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડૉક્ટર હેડગેવાર સેવા સ્મૃતિ કેન્દ્ર સંચાલિત કિશોરી વિકાસ કેન્દ્રની બહેનોએ ઉપસ્થિત રહી હનુમાન ચાલીસાના પાઠ કર્યાં હતા. આ દરમિયાન કેપ્ટન સ્મિત મચ્છરના સસરા જયસુખલાલ જોગી વીડિયો કૉલ મારફતે જોડાયા હતા અને તેમણે સૌને સ્મિતની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાની માહિતી આપી હતી. એ સાથે જ જયસુખભાઈએ સમગ્ર દેશવાસીઓ અને શુભેચ્છકોનો દિલથી આભાર માન્યો હતો. પીએમ મોદીએ વીડિયો કૉલ પર કેપ્ટન સ્મિત સાથે વાત કરી PM મોદીએ 2 સપ્ટેમ્બરે કેપ્ટન સ્મિત સાથે લગભગ 9 મિનિટ સુધી વીડિયો કૉલ પર વાત કરી હતી. વાતચીત દરમિયાન સ્મિતે કહ્યું, “હું મુશ્કેલ સમયમાં હનુમાન ચાલીસાનો પાઠ કરું છું અને તે સમયે પણ હું હનુમાન ચાલીસાનો પાઠ કરી રહ્યો હતો. મને ખબર છે કે ભગવાને જ અમને બચાવ્યા.” સંપૂર્ણ સમાચાર અહીં વાંચો…
    Click here to Read More
    Previous Article
    ડેર ગામે છ શખ્સોએ યુવકને ધારીયા, પાઇપથી માર્યો:જૂના ઝઘડાના સમાધાન બાબતે ઉશ્કેરાઈને હુમલો, બાલીસણા પોલીસમાં ગુનો નોંધાયો
    Next Article
    પશ્ચિમ વિસ્તારના 2 બંગ્લોમાં તસ્કરો ત્રાટક્યા:સેટેલાઇટના વૃદ્ધ દંપતીના અમેરિકા ગયા'ને 16.75 લાખની ચોરી, બોડકદેવમાં વકીલના બંગલોમાંથી તસ્કરો એન્ટિક વસ્તુ અને દાગીના ઉઠાવી ગયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment