Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપુર ગામે નવરાત્રિની આઠમે બ્રહ્માણી માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ:મોટા મઢથી નીકળી મંદિરે પહોંચી; ચૂલા પર પ્રસાદ બનાવી પાટીદાર પરિવારોને વહેંચાયો

    1 day ago

    પાટણ તાલુકાના ચાણસ્મા રોડ પર આવેલા રાજપુર ગામે નવરાત્રિની આઠમ નિમિત્તે બ્રહ્માણી માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ હતી. ગામના મોટા મઢ ખાતેથી નીકળેલી પલ્લી મંદિર પરિસરે પહોંચ્યા બાદ શાસ્ત્રોક્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. નવરાત્રિ પર્વની આઠમની રાત્રે પાટણ તાલુકાના રાજપુર ગામે બ્રહ્માણી માતાજીના સાનિધ્યમાં પલ્લી મહોત્સવ યોજાયો હતો. આ પલ્લી ગામના મોટા મઢ ખાતેથી શરૂ થઈને ગામના પાદરે આવેલા બ્રહ્માણી માતાજીના મંદિર પરિસરે પહોંચી હતી. ત્યાં શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પરંપરા અનુસાર પલ્લીની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં પાટીદાર સમાજના અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને દર્શન તથા પ્રસાદનો લાભ લીધો હતો. પરંપરા મુજબ માતાજીની પલ્લી માટેનો પ્રસાદ ચૂલા પર જાતે તૈયાર કરવામાં આવ્યો હતો. પલ્લી સંપન્ન થયા બાદ આ પ્રસાદ ગામના તમામ પાટીદાર પરિવારો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં વણઝારા સમાજની નવરાત્રિમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા:માતાએ આક્રંદ સાથે કહ્યું-'મારા રાજા બાબુ, તું પાછો આવી જા, તારા વિના તારી મમ્મી સુની છે'
    Next Article
    પાલનપુરના તિરુપતિ વિલામાં નવરાત્રિ ગરબા મહોત્સવ:સોસાયટીના સભ્યોએ રંગબેરંગી પોશાકમાં મા અંબાની આરાધના કરી, ગરબે ઘૂમ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment