Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં વણઝારા સમાજની નવરાત્રિમાં યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા:માતાએ આક્રંદ સાથે કહ્યું-'મારા રાજા બાબુ, તું પાછો આવી જા, તારા વિના તારી મમ્મી સુની છે'

    1 day ago

    વડોદરાના સોમા તળાવ ચાર રસ્તા પાસે આવેલા પાર્ટી પ્લોટમાં ચાલી રહેલા વણઝારા સમાજના નવરાત્રિ મહોત્સવમાં હત્યાની ઘટના સામે આવી છે. પાર્ટી પ્લોટની બહાર મોડી રાત્રે 26 વર્ષીય નિલેશ વણઝારાને અજાણ્યા શખસોએ ચપ્પુના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતાર્યો છે. જૂની અદાવતમાં નિલેશની હત્યા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ DCP અભિષેક ગુપ્તા સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. યુવકની હત્યાને પગલે પરિવારજનોમાં ભારે આક્રોશ અને શોકની લાગણી જોવા મળી રહી છે. મૃતક યુવકની માતાએ આક્રંદ સાથે જણાવ્યું કે, મારા દીકરા નિલેશ... મારા રાજા બાબુ...પાછો આવી જા મારા દીકરા... તારા વિના તારી આ મમ્મી સુની છે, મારા બેટા... પોલીસે મૃતકનો ફોન કબજે કરી તપાસ શરૂ કરી કપુરાઈ પોલીસ ઉપરાંત LCB અને DCB સહિતની વિવિધ પોલીસ ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસ દ્વારા મૃતક યુવકના રહેઠાણ અને કામના સ્થળે તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, મોબાઇલ ફોનની વિગતો અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે હત્યાના ભેદ ઉકેલવાના પ્રયાસો હાથ ધરાયો છે. હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી પણ સંભવિત આરોપીઓની શોધખોળ કરાઈ રહી છે. હત્યા પાછળનું ચોક્કસ કારણ અકબંધ યુવકની હત્યાને પગલે તેના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મૃતકના માતા સહિતના સ્વજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. બીજી તરફ, પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. જોકે, યુવકની હત્યા પાછળનું ચોક્કસ કારણ શું છે અને તેમાં કોણ સંડોવાયેલું છે, તે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. આરોપીઓની શોધખોળ ચાલુ છેઃ DCP DCP ઝોન 3 અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે, પાર્ટી પ્લોટની સામેના રોડ ઉપર નિલેશભાઈ વણઝારા નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે. આ બાબતે લોકલ પોલીસ સ્ટેશન, ક્રાઈમ બ્રાન્ચ અને ડીસીબીની અલગ-અલગ ટીમો દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસવાની કામગીરી ચાલુ છે અને અલગ-અલગ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    આજે નવમું નોરતું:શિવજીને સિદ્ધિઓ આપનારા મા સિદ્ધિદાત્રીની કરો પૂજા; જાણો અર્ધનારીશ્વરની કથા
    Next Article
    રાજપુર ગામે નવરાત્રિની આઠમે બ્રહ્માણી માતાજીની પરંપરાગત પલ્લી યોજાઈ:મોટા મઢથી નીકળી મંદિરે પહોંચી; ચૂલા પર પ્રસાદ બનાવી પાટીદાર પરિવારોને વહેંચાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment