Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આધેડ કોલવાથી નવસારી તરફ જઈ રહ્યો હતો‎:અડદા ગામ નજીક બાઈક સ્લિપ થતાં કોલવાના ચાલકનું સારવારમાં મૃત્યુ

    21 hours ago

    નવસારી-ગણદેવી માર્ગ પર આવેલા અડદા ગામ નજીક બાઈક પરથી કાબૂ ગુમાવી દેતાં સ્લિપ થઈ જતાં ગંભીર રીતે ઘવાયેલા 52 વર્ષીય આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગણદેવી તાલુકાના કોલવા ગામના આહીરવાસમાં રહેતા અમ્રતભાઈ મંગાભાઈ આહીર (ઉ.વ. 52) ગત તા.15 ઓક્ટોબરના રોજ સવારે પોતાની બાઈક (નં. GJ-15-D-2220) લઈને ઘરેથી નવસારી તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન નવસારી-ગણદેવી રોડ પર અડદા ગામે જૂના સ્વામિનારાયણ મંદિરના ગેટ સામેથી પસાર થતી વખતે અચાનક કાબૂ ગુમાવી બેસતાં બાઈક સ્લિપ થઈ ગઈ હતી. ​આ અકસ્માતમાં અમ્રતભાઈને માથાના ભાગે તેમજ શરીરે ઈજાઓ પહોંચી હતી. જેથી તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે એંધલના રમેશભાઈ આહીરે નવસારી રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પીએસઆઈ સી.એલ. મોહિતેએ અકસ્માત કેવી રીતે થયો અને ઘટના સ્થળે જઈ આગળની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કડીમાં આઠમે નીતિન પટેલે મા અંબેના આશીર્વાદ લીધા:પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વતનમાં પરિવાર સાથે આસપાસના ધાર્મિક સ્થળોએ દર્શન કરી પૂજા-અર્ચના કરી
    Next Article
    ફોટોયુક્ત મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા 2027નો પ્રારંભ‎:12 નવેમ્બરે મતદાર યાદી પ્રસિદ્ધ થશે, 11 ડિસેમ્બર સુધી વાંધા અરજીઓ સ્વીકારાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment