Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીમાં આઠમે નીતિન પટેલે મા અંબેના આશીર્વાદ લીધા:પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વતનમાં પરિવાર સાથે આસપાસના ધાર્મિક સ્થળોએ દર્શન કરી પૂજા-અર્ચના કરી

    17 hours ago

    નવરાત્રિ મહોત્સવના આઠમા નોરતે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વતન કડી આવી પહોંચ્યા હતા. પ્રતિવર્ષની પરંપરા જાળવી રાખીને તેમણે પરિવાર સાથે કડી અને આસપાસના વિવિધ પૌરાણિક ધાર્મિક સ્થળોએ જઈ માતાજીનાં દર્શન અને પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મણિપુરમાં સિંધવાઈ માતાજીની આરતી કરી દર્શન કર્યા આઠમની રાત્રિએ કડી પહોંચ્યા બાદ નીતિન પટેલે પરિવાર સાથે મણિપુર ખાતે આવેલા સિંધવાઈ માતાજીના મંદિરે પહોંચી માતાજીની ભવ્ય આરતી ઉતારી હતી. આ ઉપરાંત તેમણે મણિપુરના ચાચર ચોક ખાતે સ્થાપિત માતાજીના ગરબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઐતિહાસિક મલાવરાવ મહેલ અને બ્રહ્માણી માતાજીના દર્શન ત્યારબાદ તેમણે કડીના ઐતિહાસિક મલાવરાવ મહેલ ખાતે આવેલા મેલડી માતાજીના મંદિરે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યાંથી કડી-નંદાસણ રોડ પર આવેલા આનંદધામ આશ્રમની મુલાકાત લઈ અંતમાં ભાવપુરા સ્થિત બ્રહ્માણી માતાજીના મંદિરે દર્શન કરી સમગ્ર પરિવાર તથા રાજ્યની સુખ-શાંતિ માટે મંગલકામના કરી હતી.
    Click here to Read More
    Previous Article
    Video: Russian Tourist Tries Bhel With Masala Chai In Goa, And The Taste Leaves Her Stunned
    Next Article
    આધેડ કોલવાથી નવસારી તરફ જઈ રહ્યો હતો‎:અડદા ગામ નજીક બાઈક સ્લિપ થતાં કોલવાના ચાલકનું સારવારમાં મૃત્યુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment